Dang (ahva) : આહવા બસ ડેપોને સ્વચ્છતા અંગેના ચિત્રોથી સુશોભિત કરાયો.

SB KHERGAM
0

Dang (ahva) : આહવા બસ ડેપોને સ્વચ્છતા અંગેના ચિત્રોથી સુશોભિત કરાયો.

(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨: ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ, GSRTCના 'શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા' અભિયાન અંતર્ગત, રાજ્યમા બસ ડેપોમા વિશેષ સફાઇ અભિયાન તેમજ જનજાગૃતિના વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામા આવી રહી છે.

વલસાડ એસ.ટી.ડિવિઝનના વિભાગીય નિયામક શ્રી એન.એસ.પટેલના નેજા હેઠળ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સ્થિત ડેપો મેનેજર શ્રી કિશોરસિંહ પરમાર દ્વારા 'શુભયાત્રા, સ્વચ્છ યાત્રા' અંતર્ગત ડાંગ જિલ્લામા પણ વિશેષ સ્વચ્છતા અંગેની પ્રવૃતિઓ હાથ ધરવામા આવી રહી છે. 


'શુભયાત્રા, સ્વચ્છ યાત્રા' કાર્યક્રમ અંતર્ગત આહવા એસ.ટી. ડેપો ખાતે સ્વચ્છતા અંગેના વિવિધ સુશોભિત ચિત્રો દોરવામા આવ્યા છે. શ્રી કિશોરસિંહ પરમારે જણાવ્યુ હતુ કે, સ્વચ્છ બસ સ્ટેન્ડ, અને સ્વચ્છ યાત્રા માટે એસ.ટી વિભાગ કટ્ટીબધ્ધ છે ત્યારે, બસ સ્ટેન્ડને સ્વચ્છ બનાવી વિદ્યાર્થીઓ, મુસાફરો અને લોકોમા સ્વચ્છતા જાળવણી અંગે જાગૃતિ આવે તે માટે ખાસ સ્લોગન સાથેના ભીત ચિત્રો, બસ સ્ટેન્ડમાં દોરવામા આવ્યા છે. આ સાથે જ વારલી ભીત ચિત્રોથી બસ સ્ટેન્ડને અતિં સુંદર બનાવવામા આવ્યુ છે.  


મુખ્ય મથક આહવાના તાબા હેઠળ આવતા વઘઇ એસ.ટી ડેપોને પણ સુશોભિત કરવાની કામગીરી ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આહવા એસ.ટી ડેપો દ્વારા 'શુભયાત્રા, સ્વચ્છ યાત્રા' કાર્યક્રમ અંતર્ગત જિલ્લામા સ્વચ્છતા જાગૃતિ અંગેના નાટકો, રેલી અને સ્વચ્છતાની વિવિધ પ્રવૃતિઓ યોજવામા આવી હતી. 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top