Khergam : ખેરગામના શામળા ફળિયા ખાતે બ્રહ્મદેવ મંદિરે સામૂહિક સત્યનારાયણ અને શાંતિ હવન કાર્યક્રમ યોજાયો.
તારીખ :૦૨-૦૨-૨૦૨૪નાં દિને ખેરગામના શામળા ફળિયા ખાતે બ્રહ્મદેવ મંદિરે સામૂહિક સત્યનારાયણ પૂજા અને શાંતિ હવન કાર્યક્રમ યોજયો હતો.
ફળિયાનાં આગેવાન બાબુભાઈ પટેલ (પૂર્વ ગ્રા.પં.સભ્ય), વિનોદભાઈ પટેલ, રઘુભાઈ પટેલ,ચેતનભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ, બાલુભાઈ પટેલ, અંબુભાઈ પટેલ,દિલીપભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, સંદીપભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, બચુભાઈ પટેલ, મંગુભાઇ પટેલ, મંકેશભાઈ પટેલ, પંકજભાઈ પટેલ,ગ્રામ પંચાયતના સભ્યશ્રી હેમલતાબેન પટેલ, રમેશભાઈ પટેલ, ગુલાબભાઈ પટેલ, સહિતના આગેવાનો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 7 જોડાં અને 2 બે યુવાનો વ્યક્તિગત રીતે પૂજામાં બેઠાં હતાં.
આ કાર્યક્રમમાં ખેરગામ ગ્રામ પંચાયતના સરપંચશ્રી ઝરણાબેન પટેલ તથા તેમના પતિ ધર્મેશભાઈ પટેલ સહિત પૂજા અર્ચના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.