Navsari:નવસારી ખાતે યોજાયેલ ઓલ ઈન્ડિયા સિનિયર ઇન્ટર સ્ટેટ ટી-૨૦ ક્રિકેટ ટુર્ના.માં ગુજરાતની ટીમ ચેમ્પિયન.
નવસારીના લુન્સીકૂઇ ગ્રાઉન્ડ ઉપર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓલ ઇન્ડિયા સિનિયર ઇન્ટર સ્ટેટ ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેન્સ અને વુમન્સ ગુજરાતની ટીમ વિજેતા બની હતી. ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ કાઉન્સિલ ઓફ નવસારી દ્વારા યુવા ક્રિકેટનો પ્રસ્થાન મળે તે માટે લુન્સીકૂઈ ગ્રાઉન્ડ ઉપર ત્રિ દિવસીય લેધર બોલ ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજસ્થાન નાગપુર ઉત્તર પ્રદેશ પંજાબ મહારાષ્ટ્ર અને ગુજરાતની ટીમોએ ભાગ લીધો હતો. જેની ફાઈનલમાં મેન્સ અને વુમેન્સ વિભાગમાં ગુજરાતની ટીમ ચેમ્પિયન બની હતી. ટુર્નામેન્ટના અંતિમ દિવસે ઇનામ વિતરણ સમારોહમાં ચેમ્બર ઓફ કોમર્સ ક્રેડાઈના પ્રમુખ ભરતભાઈ સુખડિયા, અશ્વિનભાઈ તથા સુરતના સુરેશ સોનવણે અને સુર્યાભાઉના હસ્તે ચેમ્પિયન અને રનર્સઅપ તેમજ ટુર્નામેન્ટમાં પ્રશંસનીય દેખાવ કરનાર ખેલાડીઓને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.