Gandevi: બુનિયાદી મિશ્ર વાઘરેચ ખાતે શાળા રમતોત્સવનું આયોજન કરાયું.
બુનિયાદી મિશ્રશાળા, વાઘરેચમાં બાળકોનો માનસિક વિકાસની સાથે શારીરિક વિકાસ પણ થાય તે હેતુને ધ્યાનમાં રાખીને આજરોજ તારીખ ૧૬-૯૨-૨૦૨૪નાં દિને શાળા રમતોત્સવનું આયોજન મઢીના મેદાન પર કરવામાં આવ્યું હતું.
જેમાં બાલવાટિકા થી લઇ ધોરણ આઠ સુધીના તમામ બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. બધી જ રમતોમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સાથે જ બાળકો માટે વનભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. S.M.C. ના અધ્યક્ષ શ્રી અને તમામ સભ્યો પણ હાજર રહીને રમતોમાં બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.. તેમજ વન ભોજનની વ્યવસ્થામાં પણ સહકાર આપ્યો હતો.