Dang: ડાંગ જિલ્લામાં તા.૧૦મી ફેબ્રુઆરીએ 'આવાસ લોકાર્પણ અને ખાતમુહૂર્ત' કાર્યક્રમ યોજાશે.

SB KHERGAM
0

 

Dang: ડાંગ જિલ્લામાં તા.૧૦મી ફેબ્રુઆરીએ 'આવાસ લોકાર્પણ અને ખાતમુહૂર્ત' કાર્યક્રમ યોજાશે. 

  • જિલ્લા વહીવટી તંત્રે કાર્ય આયોજનને આપ્યો આખરી ઓપ :

રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામાં પણ તા.૧૦મી ફેબ્રુઆરી-૨૦૨૪ ના રોજ યોજાનારા ‘આવાસ લોકાર્પણ અને ખાતમુહૂર્ત’ કાર્યક્રમને ડાંગ જિલ્લા વહીવટી તંત્રે આખરી ઓપ આપી દીધો છે.  

આ અંગે રચાયેલી જિલ્લા કક્ષાની સમિતિના સભ્યોને માર્ગદર્શન આપતા ડાંગ કલેક્ટર શ્રી મહેશ પટેલે, ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સ્થિત ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે આયોજિત કાર્યક્રમ સ્થળે, લાભાર્થીઓ માટેની આનુષાંગિક વ્યવસ્થાઓ સુપેરે જાળવવા અપીલ કરી હતી.

કલેકટરશ્રીએ ખાતમુહૂર્ત અને લોકાર્પણના આવાસો, તેના લાભાર્થીઓ, મુખ્ય સ્ટેજ ઉપરથી વિતરણ કરાનાર લાભો, અને પ્રતિભાવો વ્યક્ત કરતા લાભાર્થીઓની પસંદગી આખરી કરવાની સૂચના આપી, લાભાર્થીઓ માટેની બેઠક વ્યવસ્થા જેવી બાબતોએ પણ, સૂક્ષ્મ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.  

જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયાએ ટ્રાફિક નિયમન અને પાર્કિંગ સહિતના મુદ્દે વિસ્તૃત જાણકારી મેળવવા સાથે, ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 

જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકની કાર્યવાહી સંભાળતા ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શિવાજી તબિયારે, જિલ્લા/તાલુકાના નોડલ ઓફિસરોની નિયુક્તિ સાથે, સૌ કર્મચારી/અધિકારીઓને વિવિધ કામગીરીની વહેંચણી કરી દેવામાં આવી છે તેમ જણાવ્યું હતું.  

બે ભાગમાં આયોજિત આવાસ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ડાંગ જિલ્લામાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ ઉપસ્થિત રહેશે તેમ જણાવતા નિયામકશ્રીએ, વડાપ્રધાનશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આયોજિત સમગ્ર કાર્યક્રમની રૂપરેખા સ્પષ્ટ કરી હતી.  

બેઠકમાં કાર્યક્રમના જિલ્લા કક્ષાના નોડલ ઓફિસર એવા નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ સહિત જિલ્લા કક્ષાના સમિતિના સભ્યો, અને સંબંધિત વિભાગના ઉચ્ચાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૦૭-૦૨-૨૦૨૪

Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top