Dang: ડાંગ જિલ્લામાં 'પરીક્ષા પે ચર્ચા ' કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું.

SB KHERGAM
0

Dang: ડાંગ જિલ્લામાં 'પરીક્ષા પે ચર્ચા ' કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું.

આહવા ખાતે ડાંગના પરીક્ષાર્થીઓ સાથે નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલે 'પરીક્ષા પે ચર્ચા-૨૦૨૪' કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું.

'પરીક્ષા પે ચર્ચા-૨૦૨૪' કાર્યક્રમનું જીવંત પ્રસારણ ડાંગ જિલ્લાની ગ્રામ્ય શાળાઓમાં પણ કરાયુ.

(ડાંગ માહિતી બ્યુરો ): આહવા: તા: ૨૯ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 'પરીક્ષા પે ચર્ચા-૨૦૨૪ ' કાર્યક્રમ અંતર્ગત દેશ-વિદેશના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધ્યો હતો.

કાર્યક્રમમાં સામેલ થતા ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલે, આહવાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે ડાંગના પરીક્ષાર્થીઓ સાથે કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.જેમાં ૧૧૭૦ વિદ્યાર્થીઓ, ૪૦ શિક્ષકો, અને ૧૫ જેટલા વાલીઓ પણ જોડાયા હતા. જિલ્લાની ૨૯૨ જેટલી પ્રાથમિક, માધ્યમિક, અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ખાતે પણ 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમનું જીવંત પ્રસારણ ગ્રામીણ બાળકોએ નિહાળ્યું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી દેશ વિદેશના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ સાધી ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વડાપ્રધાનશ્રીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 

'પરીક્ષા પે ચર્ચા'ના આ જીવંત પ્રસારણને નિહાળવા ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, શિક્ષણ સમિતિના અધ્યક્ષા શ્રીમતી બીબીબેન ચૌધરી, આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરી, ડાંગના ઇન્ચાર્જ કલેક્ટર શ્રી બી.બી.ચૌધરી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જિગ્નેશ ત્રિવેદી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી નરેન્દ્રભાઇ ઠાકરે  શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top