Dharampur: ધરમપુર તાલુકાના રાજપુરી તલાટ ગામે વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ.
17/02/2024 ની રાત્રે ધરમપુર તાલુકાના રાજપુરી તલાટ ગામે તાલુકા પંચાયત આયોજિત વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કમલ પટેલ,ચેતુ પટેલ,વિરલ પટેલ,પ્રેગ્નેશ પટેલ,મુન્નાભાઈ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં 12 ટીમોએ ભાગ લીધો હતો અને અને GV 6 ટીમ વિજેતા રહી હતી જેને રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવી હતી અને હાઉસિંગ A રનર્સઅપ રહી હતી જેને રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવી હતી.
આયોજક મિત્રોએ ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલને આમંત્રિત કરી બહુમાન કરવા બદલ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.