Dang : નવજ્યોત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા-સુબિર ખાતે નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો.
- મેડિકલ કેમ્પમા કુલ ૩૪૦ લોકોએ સેવાનો લાભ લીધો.
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૯: સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ-સુરતના આચાર્ય શ્રી સુધીર ભાટીયાના માર્ગદર્શન હેઠળ, સુરતના TEXAS ગ્રુપ દ્વારા તારીખ ૧૮મી ફેબ્રુઆરીના રોજ, નવજ્યોત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા-સુબીર ખાતે મેડિકલ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું.
સુબિર ખાતે યોજાયેલા આ નિ:શુલ્ક મેડિકલ કેમ્પમા સુરતના નામાંકિત ડોક્ટરો દ્વારા દર્દીઓનુ ચેકઅપ કરી દવા વિતરણ કરાઈ હતી. જનરલ મેડિકલ કેમ્પમા દાંત રોગ, આંખ-કાન-નાક રોગ, તથા સ્ત્રી રોગ, અને ફોરેન્સિંક વિભાગના નિષ્ણાંતોએ વિવિધ બિમારીઓ ધરાવતા દર્દીઓને સેવા આપી હતી.
ડાંગ જિલ્લાના જરૂરિયાતમંદ ભાઈઓ-બહેનો માટે આયોજિત આ કેમ્પમા સમગ્ર નવજ્યોત સ્કૂલ સ્ટાફ, દિવ્ય છાયા ડિસ્પેન્સરીનો, સ્ટાફ તથા અન્ય સ્વયં સેવકોએ ખડેપગે લોકોની સેવામાં સાથ આપ્યો હતો. ડાંગ જિલ્લામા આવા તબીબી કેમ્પનું આયોજન વારંવાર થતું રહે તેવી આશા સ્થાનિકોએ વ્યક્ત કરી હતી. નિ:શુલ્ક મેડિકલ કેમ્પમા કુલ ૩૪૦ લોકોએ વિવિધ સેવાનો લાભ લીધો હતો.