Dang: ડાંગ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૨૨ ફેબ્રુઆરીએ રોજગાર ભરતી મેળો તેમજ સ્વ રોજગાર માર્ગદર્શન શિબિર યોજાશે.

SB KHERGAM
0

 Dang: ડાંગ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૨૨ ફેબ્રુઆરીએ રોજગાર ભરતી મેળો તેમજ સ્વ રોજગાર માર્ગદર્શન શિબિર યોજાશે.

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૯: ડાંગ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, આહવા દ્વારા તારીખ ૨૨ ફેબ્રુઆરીના રોજ સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ-આહવા ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો અને રોજગારલક્ષી પોર્ટલ તેમજ સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાનાર છે.  

આહવા ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના મેગા રોજગાર ભરતી મેળામા ધોરણ–૧૦/૧૨ પાસ, આઈ.ટી.આઈ/ડીપ્લોમા/સ્નાતક/અનુસ્નાતક જેવી લાયકાત ધરાવતા ૧૮ થી ૪૦ વર્ષના સ્ત્રી/પુરુષ ઉમેદવાર ભાગ લઈ શકશે. 

ભરતી મેળામાં નોકરીદાતા દ્વારા વિવિધ ટેકનીકલ/નોન ટેકનીકલ જેવી ૪૦૦ થી વધુ જગ્યાઓ માટે ઈન્ટરવ્યુ લેવામા આવશે. ભરતી મેળામા અને સ્વરોજગાર તેમજ એનસીએસ અને અનુબંધમ પોર્ટલ અંગેના માર્ગદર્શન શિબિરમાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારોએ તેમની લાયકાતના અસલ/ઝેરોક્ષ પ્રમાણપત્રો, તેમજ બાયોડેટાની ૦૫ નકલ સાથે સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ ખાતે  સ્વખર્ચે હાજર રહેવા, જિલ્લા રોજગાર અધિકારી (વ્ય.મા) શ્રી વી.એસ.ભોયેની એક અખબારી યાદીમા જણાવાયુ છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top