Valsad : વલસાડમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીની સાથે ડીઈઓ એપનું લોન્ચિંગ કરાશે.
વલસાડની સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ હોલ ખાતે તા. ૨૫ જાન્યુઆરીના રોજ સવારે ૧૦-૦૦ કલાકે ૧૪ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીનો કાર્યક્રમ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને યોજાશે. જેમાં વલસાડ જિલ્લાના મતદારો માટે DEO AAPનું લોચિંગ કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાની, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરનરાજ વાઘેલા અને જિલ્લાની તમામ વિધાનસભા બેઠકના આસીસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરો ઉપરાંત ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા કર્મચારીઓ પણ ઉપસ્થિત રહી મતદાન દિવસની ઉજવણીમાં સહભાગી બનશે. આ પ્રસંગે શ્રેષ્ઠ કામગીરી કરનાર મતદાર નોંધણી અધિકારીઓ, મદદનીશ મતદાર અધિકારીઓ, બીએલઓ અને સિનિયર સિટિઝનોને સન્માનિત કરાશે.
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૪ જાન્યુઆરી