Gandhinagar: ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી તેમજ સરકારી પ્રાથમિક શાળા, સેક્ટર 20ના સંયુક્ત ઉપક્રમે 75મા પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી.
ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી તેમજ સરકારી પ્રાથમિક શાળા, સેક્ટર 20ના સંયુક્ત ઉપક્રમે શાળાના પટાંગણમાં 75મા પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સામેલ તમામ દેશભક્તિના રંગમાં ઓતપ્રોત બન્યા હતા. રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના બાળકો તેમજ સરકારી પ્રાથમિક શાળાના બાળકોએ ઉત્કૃષ્ટ દેશભક્તિની નૃત્યકૃતિ પ્રસ્તૃત કરી તમામ ઉપસ્થિત જનોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ઉજવણીમાં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના કુલસચિવશ્રી સહિત વહીવટી કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.