સુરતના મહુવા તાલુકાના તરકાણી ગામે જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાના સ્થાપના દિવસની ઉજવણી અને વાર્ષિક મહોત્સવ યોજાયો.

SB KHERGAM
0

 સુરતના મહુવા તાલુકાના તરકાણી ગામે જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાના સ્થાપના દિવસની ઉજવણી અને વાર્ષિક મહોત્સવ યોજાયો.

જે મહુવા વિધાનસભાના માનનીય ધારાસભ્યશ્રી મોહનભાઈ ધોડિયા અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.


તેમણે કહ્યું હતું કે,મારા મતવિસ્તારના મહુવા તાલુકાના તરકાણી ગામે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ- સુરત સંચાલિત પ્રાથમિક શાળાના સ્થાપના દિવસ ઉજવણી તથા વાર્ષિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ કાર્યક્રમમાં સહભાગી થવાનો મને અવસર મળ્યો. 

આ અવસરે  તેમણે બાળકોને પ્રોત્સાહિત કરીને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા માટે આહ્વાન કર્યું હતું.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી શીલાબેન પટેલ, ઉપપ્રમુખ શ્રી ચેતનભાઇ મિસ્ત્રી, જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી રીટાબેન, શ્રીમતી સંગીતાબેન આહીર, તાલુકા પંચાયતના સભ્યો તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.





Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top