વલસાડ જિલ્લાના સિનિયર સીટીઝનોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લેવા તા. ૧૬ જાન્યુ. સુધીમાં પ્રવેશપત્ર મોકલી આપવું.

SB KHERGAM
0

 વલસાડ જિલ્લાના સિનિયર સીટીઝનોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લેવા તા. ૧૬ જાન્યુ. સુધીમાં પ્રવેશપત્ર મોકલી આપવું. 

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર હસ્તકના વલસાડ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ વલસાડ જિલ્લામાં ૬૦ વર્ષ થી ઉપરના સિનિયર સીટીઝનની વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ તથા એથ્લેટીક્સ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં ભાગ લેવા ઇચ્છતા સિનિયર સીટીઝન ભાઈઓ / બહેનોએ નિયત નમુનાનું પ્રવેશપત્ર જિલ્લા રમત ગમત અધિકારી વલસાડ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, વલસાડ, ૩૫, પિતૃ સદન બંગ્લોઝ, રણછોડજી નગર, ધરમપુર રોડ, વલસાડ ખાતેથી મેળવી તા.૧૬-૦૧-૨૦૨૪ સુધીમાં સંપૂર્ણ વિગત સાથે મોકલી આપવાનું રહેશે. સમય મર્યાદામાં આવેલા પ્રવેશપત્રોના સ્પર્ધકોને વિગતવાર કાર્યક્રમ અંગેની જાણ કરવામાં આવશે. જેની દરેક સ્પર્ધકે નોંધ લેવી અને વધુ માહિતી માટે ઉપરોક્ત કચેરીના સરનામે સંપર્ક કરવા જિલ્લા રમત ગમત અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે. 

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૬ જાન્યુઆરી 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top