ધરમપુરના બારોલિયા ખાતે કુકણા સમાજ દ્વારા આયોજિત સમસ્ત કુકણા સમાજ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું.
તારીખ :૨૧-૦૧-૨૦૨૪નાં દિને ધરમપુરના B.C.C. ક્રિકેટ ગ્રાઉન્ડ બારોલિયા ખાતે કુકણા સમાજ દ્વારા આયોજિત સમસ્ત કુકણા સમાજ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્દઘાટન ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું.
તેઓ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત રહી યુવા ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો, સાથો-સાથ યુવાનોને સ્વસ્થ રહેવા રમત- ગમત અને વ્યાયામને પ્રાધાન્ય આપવા અનુરોધ કર્યો.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી, કુકણા સમાજના પ્રમુખ શ્રી ભાણાભાઈ ભોયા, વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી, ધરમપુર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કેતનભાઈ વાઢું, ધરમપુર તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી રમીલાબેન ગાંવિત, કિસાન મોરચા કાર્યકારી પ્રમુખ શ્રી ગણેશભાઈ બિરારી, સુરત નાયબ નિરીક્ષક (સાઉથ ઝોન) શ્રી નવસુખભાઈ પઢેર, ડોલવણના મામલતદાર શ્રી નવીનભાઈ ચૌરા સહિત સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં.




