ધરમપુર તાલુકાના આવધા,ગોરખડા ખાતે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

SB KHERGAM
0


ધરમપુર તાલુકાના આવધા,ગોરખડા ખાતે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

તા.12/01/2024 ના દીને ધરમપુર તાલુકાના આવધા,ગોરખડા ખાતે ગામના સરપંચશ્રી અને હરેશભાઈ અને એમના સાથી મિત્રો દ્વારા ટેનિસ  ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું.

જ્યાં ધરમપુર તાલુકાની વિવિધ ગામોની 32 ટીમો ભાગ લેશે અને આયીજન કર્તા યુવા મિત્રો એ જણાવ્યું કે આ આયોજન યુવાનો માં સામાજિક રીતે સગઠિત થઈ એકતા વધે એ હેતુથી આયોજન કરવામાં આવ્યું છે ની વાત કહી હતી.

જ્યાં ગામના સરપંચશ્રી,રાજપુર  જંગલ ગામના સરપંચશ્રી,માજી સરપંચશ્રી આનંદભાઈ,સ્થાનિક શાળાના શિક્ષક મિત્રો, રાહુલ પટેલ,કામરાનભાઈ અને મોટી સંખ્યામાં યુવા મિત્રો અને વડીલો હાજર રહ્યા હતા. જ્યાં આયોજન કર્તા હરેશભાઈ અને એમના સાથી મિત્રોએ  બહુમાન કર્યું તે બદલ  ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલે તમામ આયોજકોનો આભાર કર્યો હતો.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top