ચીખલી કોલેજની વિદ્યાર્થિની કંગન નાયકની ટેનિસની રમતમાં ઓલ ઇન્ડિયા સ્પર્ધા માટે પસંદગી.

SB KHERGAM
0

  


ચીખલી કોલેજની વિદ્યાર્થિની કંગન નાયકની ટેનિસની રમતમાં ઓલ ઇન્ડિયા સ્પર્ધા માટે પસંદગી.

 ચીખલીની શ્રી એમ.આર.દેસાઈ આર્ટ્સ એન્ડ ઇ.ઇ.એલ.કે કોમર્સ કોલેજની એફ વાય બી.કોમ સેમ-૧ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની કંગન નાયકની પસંદગી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની ટીમમાં થઈ છે. ભરૂચ એમ.કે.કોમર્સ કોલેજમાં યોજાયેલી પસંદગી સ્પર્ધામાં કંગન નાયકે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. જે ઓલ ઇન્ડિયા વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં યુનિવર્સિટી ઓફ મુંબઈ ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતનું પ્રતિનિધિત્વ કરશે. જેઓને તાલીમ અને માર્ગદર્શન ચીખલી કોલેજના અધ્યાપક ડો.જયમલ એસ.નાયક દ્વારા આપવામાં આવ્યું હતું. જેઓની સિદ્ધિ બદલ સંસ્થાના ચેરમેન અને મેનેજિંગ ટ્રસ્ટી દર્શનભાઈ દેસાઈ, સેક્રેટરી સોનલબેન દેસાઈ, કોલેજના પ્રિન્સિપાલ ડો.ફાલ્ગુનીબેન દેસાઈ, પ્રિન્સિપાલ ડો. મુકેશભાઈ પટેલ તથા સમગ્ર કોલેજ સ્ટાફ પરિવારે એમને અભિનંદન આપી શુભેચ્છા પાઠવી હતી.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top