મનપુર ખાતે MPL સીઝન -૪ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું.

SB KHERGAM
0


Image source: social media 

મનપુર ખાતે MPL સીઝન -૪ ક્રિકેટ ટુર્નામેન્ટનું  આયોજન કરવામાં આવ્યું.

નૂતન વર્ષના  પર્વ નિમિત્તે સમાજના યુવાધનને રમતગમત દ્વારા તેમનામાં પરસ્પર સ્નેહભાવ, ભાતૃત્વભાવ અને ભાઈચારાની ભાવના વિકાસ હેતુસર MPL -૪ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ગામના 100 જેટલા ખેલાડીઓ એ ભાગ લીધો. MPL નું ઉદ્દઘાટન વાંસદા તાલુકા ભાજપના મહામંત્રીશ્રી રાકેશભાઈ શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં તેમને સન્માન સ્વરૂપે ટીશર્ટ આપી દરેક ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા આવ્યા હતા.

 જેમાં મુખ્ય યજમાન પૂર્વ નાયબ મામલતદાર તથા ગુજરાત પ્રદેશ એસ.ટી. મોરચા મહામંત્રીશ્રી પિયુષભાઈ કે. પટેલ  તેમજ વાંસદા તાલુકા સદસ્યશ્રી શ્રીમતી પારૂલતાબેન બી. ગાંવિત  ઉપસ્થિત રહ્યાં હતા. 

મુખ્ય મહેમાન તરીકે શિવમ્ હોસ્પિટલ વાંસદાનાં ડૉ.મનીષ પટેલ, અમૃત હોસ્પિટલ વાંસદાનાં ડૉ. વિશાલભાઈ, શાસ્ત્રી હોસ્પિટલનાં ડૉ. લોચન, એ હાજરી આપી હતી.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે નવસારી જિ.પં.ન્યાય સમિતિના ચેરમેનશ્રી બાપજુભાઈ ગાયકવાડ, વાંસદા ભાજપા પ્રમુખશ્રી મુકેશ સી.પટેલ, જિ.પં.સદસ્ય શ્રી ચંદુભાઈ કે.જાદવ, શ્રી તરુણભાઈ ગાંવિત ( કારોબારી અધ્યક્ષ વાંસદા), વાંસદા તાલુકા સદસ્યશ્રી યોગેશ દેસાઈ, શ્રી રાજુભાઈ મોહિતે, શ્રી મહેશભાઈ કુરમી, વગેરે મોટી સંખ્યામાં મહેમાનોએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજનશ્રી  વાંસદા તાલુકા ભાજપના મહામંત્રી સંજયભાઈ બી. બિરારી તથા મનપુર ક્રિકેટ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top