તાપી જિલ્લાના સોનગઢ ખાતે જિલ્લા આદિવાસી સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

SB KHERGAM
0


તા.07/11/2023 ના દિને તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે સોનગઢ તાલુકા પંચાયતના માજી પ્રમુખ યુસુફભાઈ ગામીત દ્વારા આયોજીત તાપી જિલ્લા આદિવાસી સમાજની  તૃતીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન  કરવામાં આવ્યું. 

 આ ક્રિકેટ મેચના આયોજન પાછળનો મુખ્ય હેતુ આદિવાસી સમાજના દીકરાઓ રમતગમત ક્ષેત્રે આગળ આવી દેશ સેવામાં પોતાનું યોગદાન આપી દેશનું નામ રોશન કરવાનો છે.

રાષ્ટ્રગીતનું ગાન  કરી મેચની શરૂઆત કરવામાં આવી. જેમાં તાપી જિલ્લાની 34 ટીમોએ  ભાગ લીધો હતો. તમામ ટીમના કેપ્ટનશ્રીઓને ભારત દેશનું બધાંરણ આપવામાં આવ્યું હતું અને સાથે  મેચમાં મેન ઓફ મેચ  વિજેતાઓને  ક્રાંતિકારી બિરસામુંડાની પ્રતિમાં આપવામાં આવનાર છે.

આ સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન દરમ્યાન  બંધારણની બુક  દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાની ઘટના પ્રથમવાર બની હતી.

જ્યાં ક્રિકેટનાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા વાંસદા  વિધાનસભાના માનનીય ધારાસભ્યશ્રી અનંત પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ધરમપુર તાલુકા પંચાયતના  સદસ્ય કલ્પેશ પટેલ, જિલ્લા પંચાયત વિરોધપક્ષ નેતા અને વ્યારા સુમુલ ડેરી ડિરેક્ટરશ્રી સિધ્ધાર્થભાઈ ચૌધરી જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ રેહાનાબેન,બોબીનભાઈ,તાલુકા પંચાયત સભ્યશ્રીઓ ઉર્મિલાબેન,કમળાબેન,કુંજલતાબેન,વ્યારા નગરપાલિકા કોર્પોરેટરશ્રી જોનીલ ગામીત, નીતુભાઈ ડોસવાડા,સામાજિક આગેવાન દમયંતીબેન, યુથના સાથી મિત્રો મધુર ગામીત, હેબરુન ગામીત, સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top