દૃષ્ટિ બદલાય તો દૃષ્ટિકોણ પણ બદલાઈ શકે.

SB KHERGAM
0

  

ચિંતનઃ હાલનો માનવી એટલો બધો વ્યસ્ત થઈ ગયો છે કે એને રોજ ઉગતા સૂરજને જોવાનો પણ સમય નથી 

દૃષ્ટિ બદલાય તો દૃષ્ટિકોણ પણ બદલાઈ શકે.


સમય નામનો પ્રવાહ પાણીનાં ઝરણાંની માફ્ક સતત વહેતો રહે છે. આ દુનિયામાં કશું જ કાયમી નથી.પરિવર્તન આ સંસારનો નિયમ છે. દરેક ક્ષણે નાનું મોટું પરિવર્તન થતું જ રહે છે. પરિવર્તન એ અર સત્ય છે. તમે તેને રોકી શકો નહી. પરિવર્તનનો સ્વીકાર જ એક ઉપાય છે. જો કે પરિવર્તન છે તો જ જીવન છે. સતત બધું બદલાતું રહે છે એટલે જ જીવવાની મજા છે. મૂળ વાત પરિવર્તન અંગેની આપણી સમજની છે. પ્રકૃતિ પરિવર્તિત છે. નાનું મોટું પરિવર્તન થતું જ રહેતું હોય છે. એકત્રિત પાણી દુર્ગંધ ફેલાવે છે. બંધિયાર હોવું એ તો જડતાની નિશાની છે. અમુક લોકો એટલા જડ હોય છે કે એમને પરિવર્તન દેખાતું નથી અને દેખાય છે તો તેઓ આંખ આડા કાન કરે છે. પરિણામે તેઓ સતત ફરિયાદ કરતાં રહે છે. પ્રકૃતિ એ વ્યાખ્યાનો નહી પરંતુ અનુભવનો વિષય છે. ભૂતકાળમાં જીવનારા માણસને નૂતન પ્રભાતનો અનુભવ થતો નથી. ઈશ્વર રોજ નવી સવાર મોકલે છે. રોજ કશુંક નવું ટિત થતું રહે છે. સવાલ માત્ર એ અંગેની સમજનો છે. જો આપણે આ વાત સમજી લઈએ તો જીવવાની મજા પડી જાય એમ છે.

ચીનમાં સ્લોંગો નામનો વિચારક થઈ ગયો. એમ કહો કે પ્રકૃતિનાં ખોળે જ જન્મીને જીવનાર એ માણસ હતો. એક જ ગામમાં એ સતત ૩૦ વર્ષથી એનો વસવાટ હતો. એના ઘણા મિત્રોએ આખું ચીન ફરી કાઢ્યું હતું. એમાંના એક મિત્ર એક વખત સ્વાંત્સે ને પ્રશ્ન કરેલો કે, એક જ ગામમાં સતત ૩૦ વર્ષ રહેવાથી અકળામણ નથી થતી? પોતાના મિત્રને જવાબ આપતી વખતે સ્વાંન્સે જગત માટે એક ખૂબ જ મહત્ત્વની ફ્લિોસોફી મૂકી દે છે. એ કહે છે,'જો આ ગામ એક જ અને એકસરખું જ હોત તો મને જરૂરથી અકળામણ થાત પરંતુ આ ગામ તો રોજ મને નવું લાગે છે. રોજ આ ગામ મને બદલાતું લાગે છે. 

હું રોજ નવા ગામમાં જીવું છું અને હું પણ રોજ બદલાઈ જાઉં છું. સામે વૃક્ષ તમે જુઓ છો એની ઉપર પાંદડાં દેખાય છે એ ગયા વર્ષે નહોતાં, જૂનાં પાદડાં ખરી ગયા ને વૃક્ષ નવું થઈ ગયું. નવા આ ગામમાં વૃદ્ધો દેખાય છે ? એ પહેલા જુવાન હતાં. આજે જે યુવાન દેખાય છે એ તો ૩૦ વર્ષ પહેલાં અહીંયા હતાં જ નહી. એ યુવાનો તદ્દન નવા છે. જોવો, જૂના મકાન પડી ગયા છે એની જગ્યાએ નવા મકાન બની ગયા છે. બધું જ બદલાઈ ગયું છે અને હજી પણ બદલાઈ રહ્યું છે. વધુમાં મને અચરજ થાય છે કે મેં એકસરખી સવાર અત્યાર સુધી જોઈ જ નથી! ચંદ્ર પણ મેં એવો નથી જોયો જેવો પહેલા જોયો હોય. બધું જ રોજ બદલાઈ જાય છે. દરરોજ બધું જ નવું છે.’ હવે તમે જ કહો કે જે માગ્રસનો દૃષ્ટિ આટલી નૂતન હોય એને જગત નવું ન દેખાય તો શું થાય. આપણા બધાની ખામી એ છે કે આપણી પાસે સ્વાંન્સે જેવી દષ્ટિ નથી અને એટલે આપણે અકળાઈ જઈએ છીએ. એમની ર્દષ્ટિમાં પરિવર્તનને જોવાની અને એનો સ્વીકાર કરવાની શક્તિ બંને છે. આપણી પાસે એ નથી એટલે આપણે દુખી થઈએ છીએ.


આપણામાંથી ઘણાં એવા હશે જેની પાસે દૃષ્ટિ હશે પરંતુ સ્વીકારવાની ક્ષમતા નહી હોય. આ સ્વીકારવાની ક્ષમતા એટલા માટે નથી હોતી કારણ કે આપણે આપણા ભૂતકાળને જડતાથી પકડી રાખીએ છીએ. ભૂતકાળની પીડાઓને સતત વાગોળતા રહીએ છીએ. આપણે એ ભૂલી જઈએ છીએ કે ભૂતકાળનાં જૂના કડવા અનુભવોને વાગોળવાથી માત્ર પીડા જ મળે છે 

જેનાં કારણે વર્તમાન પણ બગડે છે. આમ જોવા જઈએ તો અકળામણ એ આપણા બધાનો સાર્વજનિક રોગ છે. આપણને અકળામણ એટલે થાય છે કારણ કે આપણે નવું જાણવા, જોવા અને સ્વીકારવા તૈયાર જ નથી. ઈશ્વર રોજ કેવું સરસ અને નવું નવું મોકલે છે ! પરંતુ આપણી દૃષ્ટિની ઝાંખપને કારણે આપણે એ જોઈ જ નથી જ શકતાં. રૂટિન શબ્દ આપણા જીવન સાથે એવો ચોંટી ગયો છે કે આપણે વર્તમાન ક્ષણનો આનંદ ઉઠાવી જ નથી શકતાં. ઘણી વખત એવો સવાલ થાય છે કે માણસ જીવવા માટે કમાણી કરે છે કે પછી કમાણી કરવા માટે જીવે છે ! દોડધામના કારણે એક દિવસ એવો આવે છે કે મન અને મગજ બંને થાકી જાય છે.અને આ વાક અકળામણમાં પરિણમે છે. આજકાલ આપણે બધા જ ખૂબ જલદી કંટાળી જઈએ છીએ. આનું જો સૌથી મોટુ કારણ હોય તો આપણા જીવનમાં નવીનતાનો અભાવ.

 સતત એક જ ગામમાં ત્રીસ વર્ષ રહ્યાં પછી પણ સ્વાંન્સુને એનું ગામ રોજ નવું લાગે છે એ પાછળનું મુખ્ય કારણ આ વિચારક રોજ પોતાના આજુબાજુનાં વાતાવરણમાંથી કશુંક નવું શોધવાનો પ્રયત્ન કરે છે. એને ઈશ્વર ઉપર અપ્રતિમ શ્રદ્ધા છે કે ઉપરવાળો રોજ નવી સવાર જ મોકલશે જ. એવું નથી કે ઈશ્વર એને જ રોજ કશુંક નવું મોકલે છે એ તો આપણા બધા જ માટે ક્ષણે તો નવું મોકલે છે. આપણે એની નવીનતાને અનુભવવાનું ચૂકી જઈએ છીએ. તાઓ કહે છે કે તમે એક જ નદીમાં બે વખત પગ મૂકી શકતાં નથી.નદી સતત વહેતી રહે છે. જે પાણી વહી ગયું છે એ પાણી ફરી પાછું આવવાનું નથી. બસ, જીવનમાં પણ જે તાણ વહી ગઈ એ સારી હોય કે ખરાબ એ – પાછી આવવાની નથી. આપણે ભૂતકાળની ખરાબ ક્ષણને યાદ

કરતાં રહીએ છીએ. એક નદીમાં બે વખત પગ મૂકી શકાય નહી. ગયેલો ખરાબ સમય પાછો ખરાબ બની આવવાનો નથી.ઉલ્ટાનું જો આપણી દ્રષ્ટિમાં વિશાળતા હશે તો પાછો ફરીને આવતો એ સમય આપણને સારો લાગશે.આ તો પૂર્વગ્રહ મુક્ત બનીને જોવાની વાત છે.

હાલનાં સમયમાં માનસિક તણાવ ખૂબ વધી રહ્યો છે. માણસ પોતાની એકની એક રૂટિન જિંદગીથી કંટાળી જાય છે. માણસને કામ કરવાનો થાક નથી લાગતો પરંતુ એકનું એક વાતાવરણમાં જીવવાનો થાક લાગે છે. પોતાનો આ થાક ઉતારવા એક બે દિવસ આરામ લઈ લે છે.થોડો પ્રવાસ કરી લે છે અને રિલેક્સ થવા પ્રયત્ન કરે છે. આ બધું ટેમ્પરરી છે. પોતાના કાર્ય સ્થળ ઉપર એક બે દિવસ ગયા પછી પાછું એનું એજ રહે છે.ફરી પાછો કંટાળો, ફરી પાછો થાક અને ફરી પાછી અકળામણ. આવું કેમ થાય છે ? । તો એનો એક જ જવાબ છે કે તમે ગમે તેટલા રિલેક્સ થવાનો – પ્રયત્ન કરો છો પરંતુ ફરી ફરીને તમે આવવાનાં તો એજ વાતાવરણમાં છે જ્યાં થી તમને અકળામણ મળી હતી. આનું કોઈ કાયમી સમાધાન હોવું જોઈએ. અને તે સમાધાન એટલે દૃષ્ટિની નવીનતા. 

આપણે આપણી દૃષ્ટિ બદલવી પડશે. આપણા કામની જગ્યાએ નવીનતા શોધવી પડશે. રોજ જે રસ્તેથી પસાર થતાં હોઈએ તે રસ્તાની જગ્યાએ ક્યારેક અન્ય રસ્તેથી જવાનો પ્રયત્ન કરવો જોઈએ. રોજ એકાદ નવા માણસને મળવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને આમાંનું કંઈ જ ન થાય તો છેલ્લે પોતાના રૂટિનમાં આ જ કશુંક નવું શોધવાનો પ્રયત્ન કરતાં રહેવું જોઈએ. કોઈ માણસ શું તમને આવીને નવીનતા નહી બતાવે એ તો આપણે પોતે શોધવાની હોય છે કારણ કે દરેકની નવીનતા જોવાની ર્દષ્ટિ પણ જુદી જુદી મૈં હોય છે.


સાચું કહીએ તો હાલનો માનવી એટલો બધો વ્યસ્ત થઈ ગયો છે કે એને રોજ ઉગતા સૂરજને જોવાનો પણ સમય નથી.તમે જ વિચાર કરો કે તમે ઉગતાં સૂરજને છેલ્લે ક્યારે મનભરી નિહાળ્યો । હતો ? ઘરનાં આંગણે આવેલી ચકલીને તમે ક્યારે જોઈએ હતી ? પોતાની બારીમાંથી વરસાદને છેલ્લે ક્યારે નિહાળેલો? વાંક “ અન્યનો નથી વાંક આપણો પોતાનો છે.આપણી અકળામણ માટે આપણે જ જવાબદાર છીએ. કહેવાય છે ને કે જો દૃષ્ટિ બદલાઈ । તો દૈષ્ટિકોણ પણ બદલાઈ જશે. જે આજે હોળી જેવી લાગે છે એજ કાલે દિવાળી બની જશે.

સૌજન્ય : લેખ - ડૉ. જય વશી 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top