વિધાનસભાના નાયબ દંડક વિજય પટેલની ઉપસ્થિતિમાં વઘઇ ખાતે નવમો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો.

SB KHERGAM
0

 

વિધાનસભાના નાયબ દંડક વિજય પટેલની ઉપસ્થિતિમાં  વઘઇ ખાતે નવમો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો.

ડાંગ જિલ્લાની અંતરિયાળ શાળાઓ સુધી શિક્ષણની ઉજાસ પાથરવામાં શિક્ષકોનો સિંહફાળો  રહ્યો છે. :  વિજય પટેલ

 ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વઘઈ ખાતે વિધાનસભાના નાયબ દંડક વિજય પટેલ તેમજ ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળા ગાઈનની અધ્યક્ષતામા નવમો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો હતો.

વિધાનસભા નાયબ દંડક વિજય પટેલે જણાવ્યુ હતુ કે, ભવિષ્ય નિર્માણની જવાબદારી નિભાવનારા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓમા વાંચન, લેખન અને ગણન પ્રક્રિયા સરળ બનાવવા માટે કરી, શિક્ષણની ગુણવત્તામાં વધારો કરાયો છે. આજે ડાંગ જિલ્લાના છેવાડાની શાળા સુધી શિક્ષણની ઉજાશ પથરાઈ છે. વિજય પટેલે શિક્ષકો દ્વારા નવતર પ્રયોગો દ્વારા અનુભવજન્ય શિક્ષણની સરાહના કરી હતી. 

શિક્ષણ જગતમા નવતર પ્રયોગો થકી ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા બદલ ડાંગ જિલ્લા પ્રમુખ નિર્મળા ગાઈન, તેમજ વઘઈ તાલુકા પંચાયતના પ્રમુખ ચંદર ગાવિત શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. શિક્ષકો દ્વારા નવતર પ્રયોગો થકી શાળાઓની ગુણવત્તામા વધારો થઇ શકે છે, તેમ જિ.સી.આર.ટી ગાંધીનગરના સંજય ત્રિવેદીએ જણાવ્યુ હતુ. વઘઇ ડાયટના પ્રાચાર્ય ડો.બી.એમ.રાઉતે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, હાલના ટેક્નોલોજીના યુગમા શિક્ષણમાં આમુલ પરિવર્તન જોવા મળે છે. વિકાસશીલ અને સમૃધ્ધ સમાજમા શિક્ષણમા પરિવર્તન જરૂરી છે અને હાલમા શાળાના શિક્ષકો દ્વારા અનેક પધ્ધતિઓ પ્રયુક્તિનો શિક્ષણમાં ઉપયોગ કરી નવતર પ્રવૃતિઓ કરવામા આવી રહી છે. તેમજ શિક્ષકો દ્વારા નવતર પ્રવૃતિઓ કરવા બદલ બી.એમ. રાઉતે શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. વધઇ ખાતે યોજાયેલ નવમા એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમા ડાંગ જિલ્લાના વિવિધ શાળાના શિક્ષકો દ્વારા નવતર પ્રવૃતિઓની કૃતિઓ રજુ કરવામા આવી હતી.

એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમા વઘઇ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પાઉલ ગામિત, ડાંગ ભાજપ પ્રમુખ કિશોર ગાવિત, મહામંત્રી હરિરામ સાંવત, સામાજિક કાર્યકર સુભાષ ગાઇન,જિલ્લા શિક્ષણ અધિકારી વિજય દેશમુખ, બી.આર.સી./સી.આર.સી, શિક્ષક સંઘના પ્રમુખો, હોદ્દેદારો તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top