તારીખ ૨૮-૧૦-૨૦૨૩નાં દિને જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે ગુજરાત હિન્દી - હિંદુસ્તાની પ્રચાર સમિતિ ગુજરાત વિધાપીઠ અમદાવાદ આયોજિત હિન્દી, ગાંધી વિચારની પરીક્ષા યોજાઈ.

SB KHERGAM
0

  તારીખ ૨૮-૧૦-૨૦૨૩નાં દિને જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે ગુજરાત હિન્દી - હિંદુસ્તાની પ્રચાર સમિતિ ગુજરાત વિધાપીઠ અમદાવાદ આયોજિત હિન્દી, ગાંધી વિચારની પરીક્ષા યોજાઈ.

ખેરગામ તાલુકાનાં કુલ ૧૭૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. જેમાં હિન્દી બાલપોથીમાં ૫૫, હિન્દી પહલીમાં ૮૩, હિન્દી દૂસરીમાં ૩૨, હિન્દી તીસરીમાં ૦૪ અને હિન્દી વિનીતમાં ૦૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. 

જેમાં આજે હિન્દી તીસરી અને હિન્દી વિનીતની મૌખિક પરીક્ષા ૧૧-૦૦ થી ૨-૦૦ દરમ્યાન અને પ્રશ્નપત્ર -૧  પરીક્ષા ૩-૦૦ થી ૬-૦૦ દરમ્યાન  યોજાઈ. જ્યારે તારીખ ૨૯-૧૦-૨૦૨૩નાં દિને  હિન્દી તીસરી અને હિન્દી વિનીતનાં પ્રશ્નપત્ર -૨  ૧૧-૦૦ થી ૨-૦૦ ક્લાક દરમ્યાન અને પ્રશ્નપત્ર ૩ની પરીક્ષા ૩-૦૦ થી ૬-૦૦ કલાક દરમ્યાન યોજાશે. 

આ વખતે ઓનલાઈન ફોર્મ ભરવાના હોવાથી  વેબસાઇટ પર પરીક્ષા સ્થળ અપડેટ થવામાં વિલંબ થવાના કારણે ઘણાં વિદ્યાર્થીઓ સ્થળ પસંદગી બાબતે  તકલીફ પડી હતી.  કેન્દ્ર સંચાલકોને પણ અપડેટ બાબતે સમયસર જાણ  ન કરવાને કારણે  પરીક્ષાર્થીઓને માર્ગદર્શન આપવા બાબતે કેન્દ્ર સંચાલક અસમંજસમાં મુકાયા હતાં.


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top