ગુજરાતી જોક્સ|gujarati joks-4

---------------------------------------------------------------

ચંગુ: સૌથી શુદ્ધ માલ કોણ વેચે છે?

મંગુ: વીજળી વિભાગ.

ચંગુ: બોલ તો કઇ રીતે?

મંગુઃ હાથમાં વાયર પકડીને જુવો, તરત જ ખબર પડી જશે.

---------------------------------------------------------------

પતિ: જજ સાહેબ, મારે છૂટાછેડા જોઈએ છે. મારી પત્ની મને વાસણો છુટ્ટા મારે છે.

જજ: તેણે વાસણો મારવાનું હમણાં શરૂ કર્યું કે પહેલેથી મારે છે?

પતિ: પહેલેથી મારે છે.

જજ: તો છેક આટલા વર્ષે છૂટાછેડા કેમ?

પતિ: કેમ કે હવે તેનું નિશાન પાકું થઈ ગયું છે.

---------------------------------------------------------------

ટીચર: તું સ્કૂલમાં આટલો મોડો કેમ આવ્યો?

સ્ટુડન્ટ: મમ્મી અને પપ્પા ઝઘડી રહ્યા હતા.

ટીચર: એ બંને ઝઘડતા હતા એમાં તારે મોડું કેમ થયું?

સ્ટુડન્ટ: મારું એક શૂઝ મમ્મી પાસે હતું અને બીજું પપ્પા પાસે.

---------------------------------------------------------------

બે યુવતીઓ બસમાં સીટ માટે ઝઘડી રહી હતી. 

કંડક્ટર: અરે, કેમ ઝઘડો છો? તમારા બંનેમાંથી જે ઉંમરમાં મોટું હોય એ સીટ પર બેસી જાય. પછી બન્ને છેક સુધી ઊભી રહી.

---------------------------------------------------------------

ચંગુ: યાર મંગુ કેમ આટલો ટેન્શનમાં છે?

મંગુ: મિત્રને પ્લાસ્ટિક સર્જરી માટે બે લાખ આપ્યા હતા.

ચંગુઃ તો શું થઇ ગયું?

મંગુ: હવે તેને ઓળખી શકી રહ્યો નથી.

---------------------------------------------------------------

બેન્ક મેનેજર: કેશ નથી તમે કાલે આવજો.

ગ્રાહક: પણ મારે અત્યારે જ પૈસા જોઇએ.

મેનેજર: તમે ગુસ્સો ના કરો, શાંતિથી વાત કરો.

ગ્રાહક: હા તો બોલાવો, હું કોઇનાથી બીતો નથી.

---------------------------------------------------------------

દર્દી: ડૉક્ટર સાહેબ આ કઇ દવા લખી છે 

ડૉક્ટર: કઇ નહીં. આ તો મેં પેનથી લીટા કર્યા છે.

---------------------------------------------------------------

શિક્ષક અને વિદ્યાર્થી

શિક્ષકઃ તું રવિવારે શું કરે છે?

વિદ્યાર્થીઃ જો વરસાદ પડતો હોય તો લેશન કરવા ઘરમાં બેસી જાઉં છું. વરસાદ ન હોય તો આખો દિવસ ક્રિકેટ રમવા જાઉં છું.

---------------------------------------------------------------

પિતા અને પુત્ર

પિતાઃ બેટા, તને રોજ સ્કૂલે જવાનું તો ગમે છેને?

પુત્રઃ હા, પપ્પા! મને સ્કૂલે જવાનું અને આવવાનું બંને ગમે છે, ફક્ત ત્યાં બેસવાનું જ ગમતું નથી.

---------------------------------------------------------------

સોનુ અને મોનુ

સોનુઃ હું નદીમાં તરું?

મોનુઃ તને તરતાં આવડે છે? ડૂબી જઇશ

તો?

સોનુઃ ના, નહીં ડૂબી જાઉં. 

મોનુઃ ડૂબી જઇશ તો, તારાં હાડકાં ભાંગી નાખીશ, સમજ્યો?

---------------------------------------------------------------

કનુ; ચીનની એવી કઈ વસ્તુ છે જે દુનિયાની સાત અજાયબીઓમાં સ્થાન પામે છે?

મનુ; લે! સાવ સહેલું છે. ચીનની દીવાલ!

કનુ: પણ એને અજાયબી શા માટે કહેવામાં આવે છે?

મનુઃ કારણ કે આ ચીનની એકમાત્ર એવી વસ્તુ છે જે ટકાઉ છે ને સદીઓ પછી પણ ટકેલી છે!

---------------------------------------------------------------

પપ્પુ: પપ્પા, આટલો બધુ દારુ ન પીઓ, પ્લીઝ.

પપ્પાઃ બેટા, પીવા દે. સાથે શું લઈને જવાનું છે?

પપ્પુઃ તમે આવી રીતે જ પીતા રહેશો તો તમે પાછળ છોડીને પણ શું જશો?

---------------------------------------------------------------

પપ્પા: ટીચર, મારો રોમી ભણવામાં કેવો છે?

ટીચર: શું કહું તમને? સમજોને કે આર્યભટ્ટે ઝીરોની શોધ તમારા દીકરા માટે જ કરી હતી.

 ---------------------------------------------------------------

શિક્ષક : તું સ્કૂલે આટલો મોડો કેમ આવ્યો?

ટપ્પુ : મમ્મી પપ્પા ઝગડી રહ્યા હતા.

શિક્ષક : તેઓ ઝગડી રહ્યા હતા, તો તું મોડો કેમ આવ્યો?

ટપ્પુ : કારણ કે, મારું એક બુટ મમ્મી પાસે અને બીજું પપ્પા પાસે હતું.

---------------------------------------------------------------

બોયફ્રેન્ડ- તું બહુ જ સુંદર છે. બિલકુલ પરી જેવી.

ગર્લફ્રેન્ડ- ઓહ જાનૂ.

બોયફ્રેન્ડ- હા.

ખરેખર?

ગર્લફ્રેન્ડ- બાકી બોલ, શું ચાલે છે? 

બોયફ્રેન્ડ- મજાક.

---------------------------------------------------------------

સોનુ- અરે યાર, હું કોઇ પણ કામ શરૂ કરું છું એમાં મારી પત્ની દર વખતે વચ્ચે આવી જાય છે. 

મોનુ- ટ્રક ચલાવી જો, કદાચ નસીબ સાથ આપે.

----------------------------------------------------------------

દીકરો- મારે લગ્ન નથી કરવા. મને બધી સ્ત્રીઓનો ડર લાગે છે.

પિતા- કરી લે બેટા. પછી એક જ સ્ત્રીથી ડર લાગશે. બીજી બધી સારી લાગશે.

-------------------------------------------------------------------

પપ્પુ : ડેડી, જે રીતે તમે મને ફટકારો છો તે રીતે શું તમારા પપ્પા પણ તમને ફટકારતા હતા? 

ડેડી : હા, દીકરા. હું નાનો હતો ત્યારે દાદાજી પણ મને ફટકારતા હતા. 

પપ્પુ : તો ડેડી, આ ખાનદાની ગુંડાગીરી ક્યારે પૂરી થવાની છે?

----------------------------------------------------------------

રોમી : મમ્મી, શું તું પહેલાં સરકસમાં કામ કરતી હતી? 

મમ્મી: ના. કેમ? 

રોમી : તો પછી બધા એવું કેમ કહે છે તું પપ્પાને તારી આંગળીઓ પર નચાવે છે?

------------------------------------------------------------------

સાન્ટાઃ એક વાત કહું? 

બન્ટા: બોલ. 

સાન્ટાઃ ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ કોઈ નવું વર્ષ આવ્યું છે ત્યારે એ એક વર્ષ કરતાં વધારે નથી ટકી શક્યું!

-----------------------------------------------------------------

ચંગુ વકીલને : મારે છૂટાછેડા જોઇએ છે. 

વકીલઃ કેમ ભાઇ શું થયું? 

ચંગુ: મારી પત્ની મારી સાથે વાત જ નથી કરતી. 

વકીલ: વિચારી લે ભાઇ, નસીબ સારું હોય તો જ આવી પત્ની મળતી હોય છે.

------------------------------------------------------------------

સ્પર્ધામાં સવાલ પુછાયો એવું વાક્ય લખો, જેમાં મૂંઝવણ, જિજ્ઞાસા, ભય, શાંતિ, ક્રોધ અને ખુશીની અનુભૂતિ થાય. ચંગુનો જવાબ હતો, મારી પત્ની મારી સાથે વાત નથી કરતી.

------------------------------------------------------------------

લગ્ન બાદ સાસુએ જમાઇને ફોન કર્યો કેમ છે દીકરા સુખ-શાંતિ છે ને? 

જમાઇ : મારી વાત છોડો,  તમારા ઘરમાં તો હવે શાંતિ થઇ ગઇને?

-----------------------------------------------------------------

ચંગુ : મંગુને ભાઇ પત્નીના મેકઅપનો ખર્ચ સહન નથી થતો. મંગુ : તો પૈસા આપવાનું બંધ કરી દે. 

ચંગુ: પણ મેકઅપ વિનાની પત્ની પણ  સહન નથી થતી એનું શું?

-----------------------------------------------

શિક્ષકઃ બોલો બાળકો વર્ગમાં બીજા સાથે કેમ ન ઝઘડવું જોઇએ? 

મનિયો: શું ખબર પરીક્ષામાં કોની સાથે નંબર આવી જાય.

----------------------------------------------

પત્ની: કમ્પ્લીટ અને ફિનિશ વચ્ચે શું અંતર છે 

પતિ: તને હું મળી ગયો એટલે તારી લાઇફ કમ્પ્લીટ થઇ ગઇ અને તું મને મળી ગઇ એટલે મારી લાઇફ ફિનિશ થઇ ગઇ.

-----------------------------------------------------------------

પત્ની : સામેની બારીમાં જે પોપટ અને મેના બેઠા છે, તે રોજ અહીં આવે છે.

સાથે-સાથે બેસે છે અને પ્રેમાલાપ કરે છે 

અને એક આપણે છીએ કે દિવસભર લડતાં રહીએ છીએ.

પતિ : પણ તે એ વાતનું ધ્યાન નથી રાખ્યું કે આ પોપટ 

અને મેનાની જોડીમાં પોપટ તો હંમેશા એ જ રહે છે,

પણ મેના રોજ નવી આવે છે.

-----------------------------------------------------------------

પતિએ નવી કાર ખરીદી અને વિચાર્યું કે પત્નીને સરપ્રાઈઝ આપું. 

ઘરમાં પહોંચતા જ પત્નીને જોરથી અવાજ લગાવતા કહ્યું, ડાર્લિંગ, 

તારું આટલા વર્ષોંનું સપનું આજે પૂરું થઈ ગયું. 

પત્ની દોડતી દોડતી રસોડામાંથી બહાર આવી અને બોલી, 

હાય હાય !!! સાસુ માં ને શું થઈ ગયું?

 સવારે તો એકદમ સાજા હતા.

-----------------------------------------------------------------

પત્ની : મારું અડધું માથું દુઃખી રહ્યું છે. ડોક્ટરને બતાવવું પડશે.

પતિ : જેટલું છે એટલું જ દુઃખે ને, એમાં ડોક્ટરને શું બતાવવું. હવે પતિનું આખું શરીર દુઃખી રહ્યું છે.

------------------------------------------------------------------પપ્પુ : મારી પત્ની એટલી મજાક કરે છે કે, શું જણાવું.

ગપ્પુ : એકાદ કિસ્સો તો જણાવ.

પપ્પુ : કાલે મેં પાછળથી જઈને તેની આંખો પર હાથ રાખીને પૂછ્યું, તે હું કોણ? 

તો તે બોલી : દૂધ વાળા,

----------------------------------------------------------------

કોઈએ સાચું કહ્યું છે કે,

પતિ-પત્નીના વિચારમાં જમીન-આકાશનું અંતર હોય છે. પતિના 5 મિસ્ડ કોલ જોઈને પત્ની વિચારે છે કે, 

ખબર નહિ શું થયું હશે?

પત્નીના 5 મિસ્ડ કોલ જોઈને પતિ વિચારે છે કે, 

ખબર નહિ આજે મારું શું થશે?

------------------------------------------------------------------

સોનુ અને મોનુ

સોનુઃ ક્યાં જાય છે? 

મોનુઃ લોટ દળાવવા.

સોનુઃ તમે લોટ દળાવો...અમે તો ઘઉં દળાવીએ.

-----------------------------------------------------------------

ચિન્ટુ અને પિન્ટુ

ચિન્ટુઃ આમ સિંહના પાંજરાની આટલી નજીક ન ઊભો રહે.

પિન્ટુઃ તું જરાય ગભરાઈશ નહીં, હું સિંહને કંઈ ખાઈ જવાનો નથી.

-----------------------------------------------------------------

કનુ અને મનુ

કનુઃ તું આવડો મોટો થેલો માથે ઉપાડી આંટા શા માટે મારી રહ્યો છે?

મનુઃ મને પપ્પાએ કહ્યું છે કે, હવે તું મોટો થઈ ગયો છે. તારે ઘરનો ભાર ઉપાડવો પડશે, એટલે અત્યારથી પ્રેક્ટિસ કરી રહ્યો છું.

----------------------------------------------------------------

સાંતા એક નવુંનક્કોર કલર ટીવી ખરીદીને લાવ્યો એને પાણીની ટાંકી ડૂબાડી દીધું. 

બાંતા કહેઃ અરે સાંતા, આ શું કરે છે? ટીવીને કેમ પાણીમાં નાખી દીધું?

સાંતા કહે: ચેક કરું છું કે કલર ટીવીનો કલર ઉતરોતો તો નથીને? ગેરંટીમાં છે, કલર ઊતરતો હશે તો બદલી આવીશ. બાંતા કહેઃ હે ભગવાન! 

સાંતાઃ તો પછી! નાનપણથી સ્માર્ટ છું, પણ ઘમંડ ક્યારેય નથી કર્યો...

----------------------------------------------------------------

ટીચર: પિન્ટુ, માની લે કે તારા દોસ્તારને પૈસાની જરુર છે, તું એને એક હજાર રુપિયા આપે છે, પણ દોસ્તાર ફક્ત છસ્સો રુપિયા ખર્ચે છે. તો એ કેટલા રુપિયા તને પાછા આવશે?

પિન્ટુ : કશું જ નહીં. 

ટીચર: તને આટલું ગણિત પણ આવડતું નથી? 

પિન્ટુ: ટીચર, ગણિત તો આવડે છે, પણ તમે મારા નાલાયક દોસ્તારોને ઓળખતા નથી, ઉધાર પૈસા કોઈ પાછું આપતું નથી!

-----------------------------------------------------------------

ટીની: આજે મને જરા ભારેનેસ જેવું લાગે છે. 

રોમીઃ ભારેનેસ એટલે? 

ટોમીઃ હેવીપણું.

---------------------------------------------------------------

શિક્ષકે સાયન્સ લેબમાં એસિડમાં રૂપિયાનો સિક્કો નાખીને વિદ્યાર્થીઓને સવાલ કર્યો: આ સિક્કો ઓગળશે કે નહીં.

 ચંગુ: નહીં ઓગળે.

શિક્ષક: સરસ, કઇ રીતે જાણ્યું? 

ચંગુ: જો ઓગળી જાત તો સિક્કો તમે અમારી પાસે માગત.

-----------------------------------------------------------------

શિક્ષક એક ટોપલીમાં ૧૦ કેરી છે. ૩ બગડી જાય તો ટોપલીમાં કેટલી કેરી વધશે. 

ચંગુઃ ૧૦ કેરી

શિક્ષકઃ અરે ૧૦ કઇ રીતે વધે?

ચંગુ: સાહેબ સડેલી પણ કેરી જ હશે, જામફળ નહીં.

----------------------------------------------------------

ગર્લફ્રેન્ડે બોયફ્રેન્ડને ફોન કર્યો.

બોયફ્રેન્ડ: બોલ કેટલાનું રિચાર્જ કરાવું? ગર્લફ્રેન્ડઃ શું હું તને રિચાર્જ માટે જ ફોન કરું છું? જ મને બે ડ્રેસ અપાવ ને.

------------------------------------------------------------------

મોન્ટુ : યાર, તું કાલે બહુ દુ:ખી કેમ હતો?

ચિન્ટુ : મારી પત્નીએ સાડી માટે ૫,૦૦૦ લીધા હતા.

મોન્ટુ : પણ આજે આટલો ખુશ કેમ થઇ રહ્યો છે? 

ચિન્ટુ : મારી પત્ની આજે એ સાડી પહેરીને તારી પત્નીને મળવા જઇ રહી છે.

-----------------------------------------------------------------

પત્ની : આજે સાજે વહેલા ઘરે આવી જજો.

પતિ : કેમ? કંઇ ખાસ છે?

પત્ની : મારા પિયરમાંથી સગાં આવવાના છે.

પતિ : મારું મગજ ના ખાઇશ. હું બિઝી છું. 

કોણ કોણ આવે છે?

પત્ની : મારી બંને નાની બહેનો આવવાની છે.

પતિ (ખુશ થઇને) : તારા સગાં એ મારા સગાં ચોક્કસ વહેલો આવી જઇશ.

------------------------------------------------------------------

તોફાની વરસાદમાં અડધી રાત્રે એક યુવક પિઝા લેવા ગયો.

પિઝાવાળો : તમે પરણેલા છો?

યુવક ગુસ્સે થઇને બોલ્યો : આવા વરસાદમાં કઇ મા પોતાના દીકરાને પિઝા લેવા મોકલે?

-------------------------------------------------------------

પતિ પત્નીનેઃ કાશ તું ખાંડ હોત, તો ક્યારેક તો મીઠું બોલત. પત્ની કાશ તમે આદું હોત, તો હું તમને મન ભરીને કૂટત.

------------------------------------------------------------------

છોકરો : છોકરીને ઓળખ્યો? 

આપણે એક જ ક્લાસમાં ભણતા હતા. 

છોકરી: હોવે, ભણતી તો હું હતી.

તને તો શિક્ષકો આખો દિવસ અંગૂઠા જ પકડાવતા હતા.

-------------------------------------------

છોકરો છોકરી જોવા ગયો, 

તેણે વિચાર્યુ હું અંગ્રેજીમાં વાત કરું તો ઇમ્પ્રેશન પડશે. 

છોકરો: અંગ્રેજી ચાલશે.

છોકરી: ડુંગળી અને બાઇટિંગ હોય તો દેશી પણ ચાલી જશે.

-------------------------------------------------------------------

શિક્ષક: સંગઠનમાં શક્તિ છે. આ ઉક્તિનું ઉદાહરણ આપો.

વિદ્યાર્થી: ગજવામાં એક બીડી હોય તો તૂટી જાય છે પણ આખી ગડી હોય તો નથી તૂટતી.
------------------------------------------------------------------
પત્ની : આજે સાંજે જલદી ઘરે આવજો.

પતિ: કેમ? કોણ આવવાનું છે? 

પત્ની : મારા પિયરથી આવવાના છે. 

પતિ : હું નવરો છું! કોણ-કોણ આવવાનું છે?

પત્ની : મારી બન્ને બહેનો આવવાની છે. 

પતિ: એમ હું ઓફિસ જ નથી જતો.
-------------------------------------------------------------------
ચંગુ: સૌથી શુદ્ધ માલ કોણ વેચે છે?

મંગુ: વીજળી વિભાગ.

ચંગુ: બોલ તો કઇ રીતે?

મંગુઃ હાથમાં વાયર પકડીને જુવો, તરત જ ખબર પડી જશે.
-----------------------------------------------------
શિક્ષક : મનિયા બોલ ઘટના અને દુર્ઘટનામાં શું ફરક છે?

મનિયો- જો સ્કૂલમાં આગ લાગે તો તેને ઘટના કહેવાય અને જો તે આગમાં તમે જીવતા બચી જાવ તો દુર્ઘટના.
------------------------------------------------------------------
પતિ: પરમ દિવસે મારી પત્ની કૂવામાં પડી ગઇ હતી.
બહુ ઇજા થઇ હતી. ભારે બૂમો પાડતી હતી.

ડોક્ટરઃ હવે કેવી તબિયત છે?

પતિ: સારી છે, કાલથી કૂવામાંથી અવાજ આવ્યો નથી.
------------------------------------------------------------------
સોનુ અને મોનુ પરીક્ષા પર ચર્ચા કરી રહ્યા હતા.

જો પેપર અઘરું હોય તો, આંખ બંધ કરો,

ઊંડા શ્વાસ લઇ જોરથી કહો, આ વિષય રસપ્રદ છે...

એટલે આવતા વર્ષે ફરીથી ભણીશું!
------------------------------------------------------------------
એક છોકરી બસસ્ટેન્ડ પર ઊભી હતી.

એક છોકરો બોલ્યોઃ ચાંદો તો રાત્રે નીકળે છે,

આજે દિવસમાં કઇ રીતે નીકળ્યો?

છોકરી: ઘુવડ તો રાત્રે બોલે છે, આજે દિવસમાં કઇ રીતે બોલ્યું.
------------------------------------------------------------------
પત્ની: પોલીસે મને લાઇસન્સ ન હોવાને લીધે મેમો આપ્યો છે.

પતિઃ પણ તારી પાસે તો લાઇસન્સ છે ને?

પત્ની: પણ એમાં મારો ફોટો સારો નથી.
-----------------------------------------------------------------
સાધુ : જ્યારે અમે ઘણાં વર્ષો સુધી નથી બોલતા ત્યારે તેને મૌન વ્રત કહીએ છીએ.

પતિઃ અમે લોકો તેને લગ્ન કહીએ છીએ.
------------------------------------------------------------------
શિક્ષકઃ ક્લાસમાં સૂઈ ગયા છો?

રાજુ : ના સાહેબ, ગુરુત્વાકર્ષણને કારણે માથું નીચે પડી જાય છે.
-----------------------------------------------------------------
સોનુ: પોતાના કસ્ટમરને સૌથી શુદ્ધ માલ કોણ વેચે છે?

મોનુ: વીજ વિભાગ

સોનુ: એ કેવી રીતે?

મોનુ: હાથ લગાડી જો, ખબર પડી જશે.
------------------------------------------------------------------
જજ: તેં પોલીસ ઓફિસરના ખિસ્સામાં સળગતી દીવાસળી કેમ મૂકી?

ચોર: તેમણે જ કહ્યું હતું કે જામીન કરાવવા હોય તો પહેલાં મારું ખિસ્સું ગરમ કર.
------------------------------------------------------------------
ટીચર: ૪ વત્તા ૪ કેટલા થાય?

સ્ટુડન્ટ: ૧૦ થાય.

ટીચર: ૮ થાય નાલાયક.

સ્ટુડન્ટ: અમે દિલદાર ઘરના છીએ. બે મેં મારા પોતાના ઉમેર્યા છે.
------------------------------------------------------------------

મહિલાઃ મારે સતી બનવું છે.

પડોશણ: રહેવા દે બહેન. નહીં બની શકાય.

મહિલાઃ કેમ?

પડોશણ: સતીના પતિ શિવ હોય છે અને તમારા પતિ દર રવિવારે દીવ હોય છે.
------------------------------------------------------------------
સાસુની ડિમાન્ડ, છોકરી રૂપાળી હોય ભણેલી-ગણેલી હોય.

ઘરકામ કરવામાં કુશળ હોય

વહુની ડિમાન્ડ, ઘરમાં સાસુ જ ન હોય.
------------------------------------------------------------------
મમ્મીઃ લે જમી લે

મનિયો: હું એના વગર નહીં જમું

મમ્મી: (ચાર થપ્પડ મારીને) બોલ કોણ છે એ ?

મનિયો: અથાણું મમ્મી, અથાણું.
------------------------------------------------------------------

ચંગૂ મંગૂને જન્મ બાદ માનવીની આંખ ક્યારે
ઉઘડે છે?

મંગૂ: ગાયની તરત જ, બકરીની બે કલાક બાદ બિલાડીની છ

દિવસ બાદ, તેવી જ રીતે માનવીની પણ તરત ઉઘડે છે.

ચંગૂ: ખોટું. માનવીની આંખ લગ્ન બાદ ઉઘડે છે
------------------------------------------------------------------
છોકરી : તમે શું કરો છો?

છોકરો: નારી સન્માન સેવાનું કામ કરું છું

છોકરી: વાહ, તમે સોશિયલ વર્કર છો?

છોકરો : ના ફેસબુક પર છોકરીઓના ફોટા લાઇક કરું છું.
------------------------------------------------------------------
હજુ ધાબાના છ-સાત પગથિયા જ ચડ્યો હતો.

ત્યાં જ ભાભીએ પૂછ્યું : ક્યાં જાવ છો.

દિયર: ચકલીઓને ચણ નાખવા માટે.

ભાભી- રહેવા દો દિયરજી, તમારી ચકલી 

અઠવાડિયા માટે નાના-નાનીને ઘરે ગઇ છે.
------------------------------------------------------------------

સેલ્સમેન: બેન પગ દબાવવાનું મશીન લેવું છે?

એકદમ સારી રીતે પગ દબાવી આપશે અને માલિશ પણ કરી આપશે.

મહિલાઃ ના ભાઇ, મારા પતિ સારી રીતે પગ દબાવે છે.
--------------------------------------------------------------------
શિક્ષક: બોલ ચંગુ પિત્ઝા, બર્ગર, છોલે ભટુરે માખણ, પનીર વગેરે ખાવાથી શું થાય?

ચંગુ: કંઇ ખાસ નહીં સાહેબ, બસ બધા કપડા જલદી ફિટ થવા લાગે.
--------------------------------------------------------------------
શિક્ષક: સંસ્કૃતમાં પત્નીને શું કહેવાય?

ચંગુ: સાહેબ, સંસ્કૃત છોડો, કોઇપણ ભાષામાં પત્નીને કંઇ ન કહી શકાય.
--------------------------------------------------------------------
ટીચર : રોમુ, ફોર પ્લસ ફોર કેટલા થાય?

રોમુ ટેન!

ટીચર : (ગુસ્સાથી) ફોર પ્લસ ફોર એઇટ થાય...

રોમુ મારો સ્વભાવ ઉદાર છે,

ટીચર. વધારાના બે મારા તરફથી... બિલકુલ ફ્રી!
------------------------------------------------------------------
ડોક્ટર : બોલ, શું પ્રોબ્લેમ છે?

ચુન્નુઃ ડોક્ટર, આજકાલ મને ભુલવાની બિમારી થઈ ગઈ છે.
હું બધું જ ભૂલી જાઉં છું. પ્લીઝ, મારો ઇલાજ કરો.

ડોક્ટર : હા, પણ તું ભૂલી જાય તે પહેલાં મારી ફી આપી દે!
------------------------------------------------------------------
કનુ : મારા ઘણા ફેન છે.

મનુઃ એમ? શું વાત છે!

કનુ : પણ તકલીફ એક જ છે કે મારાં મમ્મી-પપ્પા આ ફેનની
સ્વિચ ઓન કરવા દેતા નથી!
------------------------------------------------------------------

ડૉક્ટર- તમે તણાવમાં હો ત્યારે શું કરો છો?

દર્દી- હું મંદિરે જતો રહું છું.

ડૉક્ટર- સરસ. ધ્યાનમાં બેસો છો કે શું?

દર્દી- ના, મંદિર બહાર લોકોના બૂટ-ચપ્પલ મિક્સ

કરી દઉં છું. પછી લોકોને જોતો રહું છું. તેમનો તણાવ

જોઇને મારો તણાવ દૂર થઇ જાય છે.
------------------------------------------------------------------
મોન્ટુ- પપ્પા, તમારા માટે મારી શું કિંમત છે?

પપ્પા- બેટા, તું તો કરોડોનો છે.

મોન્ટુ- તો પછી તે કરોડોમાંથી મને ૨૫ હજાર
આપોને. ગોવા ફરવા જવું છે.

પછી પપ્પાએ મોન્ટુને ચપ્પલથી ફટકાર્યો.
------------------------------------------------------------------
ગર્લફ્રેન્ડે એમ્બ્યુલન્સ બોલાવવા કૉલ કર્યો.

ઓપરેટર- તમને શું તકલીફ છે?

ગર્લફ્રેન્ડ- મારા પગની આંગળી ટેબલ સાથે ટકરાઇ ગઇ છે.

ઓપરેટર- બસ એટલા માટે તમારે એમ્બ્યુલન્સ બોલાવવી છે?

ગર્લફ્રેન્ડ- ના, એમ્બ્યુલન્સ તો મારા બોયફ્રેન્ડ માટે છે.

તેણે હસવું જોઇતું નહોતું. તો ખીચડી જ ખવડાવે છે.
-------------------------------------------------------------------
પતિ: આ મહિને હું તને પૈસા નહીં આપું

પત્ની સારું, એક કામ કરો, હાલ ૫૦૦ રૂપિયા

આપી દો, તમારો પગાર થાય ત્યારે તમને પાછા આપી દઈશ.
------------------------------------------------------------------
પતિ વાળ કપાવીને આવ્યો, પત્નીને કહ્યું

હું તારા કરતા ૧૦ વર્ષ નાનો લાગુ છું

પત્ની : ટકો જ કરાવી નાખો, હમણાં જ જન્મ્યા હોય તેવા લાગશો.
------------------------------------------------------------------
એક મહિલા પોતાની જીભ પર

કંકુ, ચોખા અને ફૂલ ચડાવતી હતી

પતિઃ આ શું કરે છે?

મહિલાઃ આજે પરશુરામ જયંતી છે. મારા હથિયારનું પૂજન કરી રહી છું.
-------------------------------------------------------------------
ચિન્ટુ અને મમ્મી

ચિન્ટુઃ મમ્મી, જીભને પગ હોય?

મમ્મીઃ ના. કોણે કહ્યું?

ચિન્ટુઃ પિન્ટુ કહેતો હતો કે મારી જીભ બહુ ચાલે છે.

પગ વગર જીભ કેવી રીતે ચાલે?
------------------------------------------------------------------
શિક્ષક અને વિદ્યાર્થી

શિક્ષક: તમે સારાં અને મહાન કાર્યો

કરશો તો તમારું નામ અમર થઈ જશે.

વિદ્યાર્થીઃ પણ પછી અમારા બધાના જૂના નામનું શું થશે ? અને 

બધાનાં નામ અમર થશે તો તકલીફ નહીં પડે?
------------------------------------------------------------------
સોનુ અને મોનુ

સોનુઃ નીચે થતો તમામ પ્રકારનો ધુમાડો ક્યાં જતો હશે?

મોનુઃ આકાશમાં જતો રહે છે.

સોનુઃ તો પછી ઉપર રહેતાં ભગવાનનો જીવ મૂંઝાતો નહીં હોય ?
-------------------------------------------------------------------
શિક્ષકઃ કાલે કેમ નહોતો આવ્યો?

ચંગૂઃ બહાર ગયો હતો.

શિક્ષક: ક્યાં?

ચંગૂ: વેલેન્ટાઇન ડે મનાવવા.

શિક્ષકઃ કોની સાથે ?

ચંગુ: સર...તમારી દીકરી સાથે.
--------------------------------------------------------------------
વૃદ્ધઃ જજ સાહેબ મારે છૂટાછેડા જોઇએ છે.

જજ: ઉંમરના ૮૦ વર્ષે છૂટાછેડા ?

વૃદ્ધઃ મારી પત્ની હંમેશાં મને છૂટા વાસણ મારે છે.

જજઃ તો હવે છૂટાછેડા કેમ?

વૃદ્ધઃ હવે મારી પત્નીનું નિશાન પાક્કું થઇ ગયું છે.
--------------------------------------------------------------------
રમેશ: હું મારી પત્નીથી પરેશાન છું.

સુરેશઃ કેમ શું થયું?

રમેશઃ આખો દિવસ યૂટ્યૂબ પર રેસિપી જોવે છે.

સુરેશઃ તો, એમાં વાંધો શું છે?

રમેશ: ગમે તેટલી રેસિપી જુવે સાંજે તો પાછી ખીચડી જ ખવડાવે છે.
--------------------------------------------------------------------
કનુ અને મનુ

કન્નુઃ આટલી ઝડપથી સાઇકલ
કેમ ચલાવે છે?

મનુઃ મારી સાઇકલમાં બ્રેક નથી અને કોઈ પણ જાતનો અકસ્માત થાય એ પહેલાં હું ઘરે પહોંચી જવા માંગું છું.
-------------------------------------------------------------------
ચિન્ટુ અને પિન્ટુ

ચિન્ટુ: આવા સખત તાપમાં કેમ ઊભો છે?

પિન્ટુઃ પરસેવો સૂકવવા ઊભો છું.
--------------------------------------------------------------------
શિક્ષક અને વિદ્યાર્થી

શિક્ષકઃ જો વૈજ્ઞાનિકો દ્વારા વીજળીની
શોધ થઈ જ ન હોત તો શું થાત?

વિદ્યાર્થીઃ તો રોજ મીણબત્તી સળગાવીને
ટીવી જોવું પડત.

--------------------------------------------------------------------
પપ્પા - બેટા, બોલ તો, કુતુબ

મિનાર કોણે બનાવ્યો?

ચિંટુ - કુતુબુદ્દીન ઐબકે.

પપ્પા - શાબાશ... અને

તાજમહલ?

ચિંટુ - તાજ ઉદ્દીન ઐબકે!
------------------------------------------------------------------
ટીચર - ચાલ, ચિન્ટુ. અઢારમી

સદીના વૈજ્ઞાનિકો વિશે કંઈક બોલ.

વિધાર્થી - સર, તેઓ બધા મરી ગયા છે.
-------------------------------------------------------------------
ટીચર: સોનુ, દુનિયા ગોળ છે કે ચપટી?

સોનુઃ દુનિયા નથી ગોળ, નથી ચપટી. 

દુનિયા ૪૨૦ છે ને આવું મારા પપ્પા કહે છે.
------------------------------------------------------------------
ચંગુ મંગુને કાલે રાત્રે મને મચ્છર કરડ્યો.

પછી મેં તેને મારવા માટે આખી રાત પ્રયાસ કર્યો

મારી તો ન શક્યો પણ તેને આખી રાત સૂવા પણ ન દીધો.
--------------------------------------------------------------------
ચિન્ટુ કી બોર્ડની કી કાઢીને ગોઠવતો હતો.

બોસ: ચિન્ટુ આ શું કરે છે?

ચિન્ટુ: આ કી ખોટી લાગી છે તેને ABCDની
જેમ લાઇનમાં કરું છું.
--------------------------------------------------------------------
મરણ પથારીએ રહેલા પતિએ કહ્યું- તારા

દાગીના મેં ચોર્યા હતા. તારા ભાઇએ આપેલા એક

લાખ પણ મેં જ ચોર્યા હતા

પત્ની : તમે દુ:ખ ન કરો, તમને ઝેર પણ મેં જ
આપ્યું છે.
--------------------------------------------------------------------

શિક્ષક ચંગુનેઃ તું આટલો મોડો કેમ આવ્યો?

ચંગુ: મમ્મી-પપ્પા ઝઘડતા હતા એટલે

શિક્ષકઃ ઝઘડા સાથે તારે શું લેવા-દેવાં હતી?

ચંગુ: મારું એક બૂટ મમ્મીના હાથમાં અને

બીજું પપ્પાના હાથમાં હતું!

More jokes click here 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top