ગુજરાતી જોક્સ |gujarati joks-5

-----------------------------------------------------------------
ગપ્પુ : કેમ ભાઈ આટલું બધું હસો છો? 🤔
પપ્પુ: સવારે ઓફિસમાં બેઠો હતો ત્યારે એક ફોન આવ્યો હતો..
ગપ્પુ: તો એમાં હસવા જેવું શું છે? 🤔
પપ્પુ: રોંગ નંબર હતો.. એને ત્રણ દિવસની રજા જોઈતી હતી બૈરીના ઈલાજ માટે..
મેં એક મહિનાની રજા મંજૂર કરી દીધી..
ભલે મજા કરે બિચારો.. 😋
🤣 🤣 😞 💃 😜 😜 😜

-----------------------------------------------------------------

એક જીદ્દી મરઘો એના માલિકને બહુ હેરાન કરતો હતો..
માલિકે એને ટોકરીમાં પૂર્યો તો પાછળથી નીકળી ગયો, પાંજરામાં પૂર્યો તો પાછળથી નીકળી ગયો હતો..
માલિકે કંટાળીને મરઘાને કાપીને પકાવ્યો અને ખાઈ ગયો.. 😋
પણ મરઘો તો જીદ્દી હતો એ તો પાછળથી.... 😋 😋
🤣 🤣 😞 💃 😜 😜 😜
-----------------------------------------------------------------
એક આશિક એની પ્રેમિકાને ફરવા લઈ ગયો..
ત્યાં એનો પતિ જોઈ ગયો તો આશિકને મારવા લાગ્યો..
બૈરી : માર, ઘરની બૈરી છોડીને બીજાની બૈરીને ફરવા લઈ જાય છે..
ત્યાં તો આશિકને જોર આવતાં એના વરને ઠોકવા માંડ્યો 
બૈરી : માર સાલાને, ખુદ બૈરીને ફરવા લઈ જતો નથી અને બીજા લ્ઈ જાય તો મારવા લાગે છે.
😜 😜

-----------------------------------------------------------------
વાઈફ : ડોક્ટર પાસે જઈ આવ્યા? 🤔
હું : હા, જઈ આવ્યો..
વાઈફ : તે શું કહ્યું ડોક્ટરે? 😁
હું : ડોક્ટરે ચા મુકી દેવાનું ક્હ્યું છે.. 🤣
વાઈફ : હા તો મૂકી દો, રસોડામાં બધુંજ તૈયાર છે... અને હા ભેગી મારી પણ મૂકી દેજો.. મારેય પીવાની બાકી છે હજુ.. 😋
🤣 🤣 😞 💃 😜 😜 😜 😜 😜

-----------------------------------------------------------------

પપ્પુ: હું ચેલેન્જ કરું છું કે હું કુતુબ મિનારને મારી પીઠ પર ઉપાડીને દિલ્હીથી મુંબઈ સુધી લઈ જઈ શકું છું... 😋
ત્યાં તો મિડિયા વાળા આજુબાજુ ભેગા થઈ ગયા.. 😋
મિડિયા : અશક્ય... 😋
એક વાર કરીને બતાવો.. 😋
પપ્પુ : ચાલો તમે બધા ભેગા મળીને કુતુબ મિનારને મારી પીઠ પર ગોઠવી દો.. 😋
🤣 🤣 😞

-----------------------------------------------------------------

સવારે એક ઘાયલ પપ્પુ મળ્યો. 
હું : આ શું થયું?
પપ્પુ : બૈરાએ માર્યો.
હું : કેમ?
પપ્પુ : મારા સાસું સસરા આવ્યા હતા..
તો પત્ની કહે મારા મમ્મી પપ્પા માટે બહારથી કંઈક લઈ આવો.
હું : તો લીધા વગર આવ્યા? 🤔
પપ્પુ : હું તો ટેક્સી લઈ આવ્યો. 😋
🤣 🤣 😞 💃 😜 😜 😜

હવે આમાં મરાય ખરું? 🤔 🤔
------------------------------------------------------------------
કાલે એક ફોન આવ્યો હતો..
"હું કવિતા બોલું છું".. 😋
મેં કહ્યું "આખી આવડતી હોય તો જ બોલજે, અડધી બોલી તો મરઘો બનાવીશ... 😋
સામેથી ફોન કપાઈ ગયો.. 😋
🤣 🤣 😞 💃 😜 😜 😜

મેં ખોટું કહ્યું કાંઈ? 😁 😁
------------------------------------------------------------------

પતિ પત્નીનું કાર અકસ્માતમાં મોત થયું.
મૃત્યુ પછી પતિ ભૂત બન્યો અને પત્ની ચૂડેલ બનીને ફરતી હતી.
ઘણા વર્ષો પછી બંને સામસામે આવી ગયા.
પત્ની : ઓહોહો, ભૂત બનીને તો અજીબ લાગો છો.
પતિ : પણ તું તો ચૂડેલ બન્યા પછી પણ એવી ને એવી જ લાગે છે..
🤣 🤣 😞 💃 😜 😜 😜 
પછી તો સ્વર્ગમાં પણ ધમાલ

----------------------------------------------------

ડાકુ (ચંગુને) : અમે ઘર લૂંટવા આવ્યા છીએ પણ બંદૂક ઘરે 

ભૂલી ગયા છીએ.

ચંગુ: કાંઈ વાંધો નહીં, તમે ભલા લાગો છો

આજે ઘર લૂંટી લો, કાલે આવીને બંદૂક બતાવી જજો.
-----------------------------------------------------
છોકરીવાળા ચંગુને : મહિનામાં કેટલું કમાઈ લો છો?

ચંગુ: આ મહિને બે કરોડ કમાયો હતો

છોકરીવાળા: આટલા બધા, પછી શું થયું?

ચંગુ: બસ પછી મોબાઇલ હેંગ થઈ ગયો અને બધી કમાણી 

હાથમાંથી જતી રહી.
-----------------------------------------------------

પતિ-પત્ની ફોન પર વાત કરી રહ્યાં હતા

પતિઃ તું સ્વીટ છે, તું પ્રિન્સેસ જેવી છે.

પત્ની : તમારો ખૂબ આભાર. તમે શું કરી રહ્યા છો?

પતિ: કંઇ નહીં બસ મજાક!
-------------------------------------------------
છોકરો તેની ગર્લફ્રેન્ડના ઘર બહાર ઊભો હતો

થોડીવાર બાદ એક મહિલા આવ્યા અને પૂછ્યું

મહિલા: તું કેમ અહીં ઊભો છે?

છોકરોઃ કંઇ નહીં આન્ટી, ખાલી.

મહિલા : બેટા, આ બધું છોડ, કેરિયર સેટ કરવા પર ધ્યાન આપ.

છોકરો: અહીં મારાથી છોકરી સેટ નથી થતી અને તમે કેરિયર 

સેટ કરવાની વાત કરો છો.
-----------------------------------------------------
પતિ: આજે ઊંઘ નથી આવતી

પત્ની : તો જઇને વાસણ ઘસી નાખો.

પતિ: હું ઊંઘમાં જ બોલી રહ્યો છું.
----------------------------------------------------
સોનુ અને મોનુ

સોનુઃ ક્યાં જાય છે?

મોનુઃ સૂર્યગ્રહણ જોવા જાઉં છું.

સોનુઃ સૂર્યગ્રહણને દૂરથી જોઈ લેજે, એને અડતો નહીં.
--------------------------------------------------------
ચિન્ટુ અને પિન્ટુ

ચિન્ટુઃ શું કરે છે?

પિન્ટુઃ બાને કાગળ લખું છું.

ચિન્ટુ: પણ આટલું ધીમેધીમે કેમ લખે છે?

પિન્ટુઃ બા ધીમેધીમે વાંચે છે એટલે.
-------------------------------------------------------
કનુ અને મનુ

કનુઃ ક્યારનાય બસમાં બેઠાં છીએ, પણ

સ્ટેશન કેમ આવતું નથી?

મનુઃ બસ ઊપડે પછી આવેને?
-------------------------------------------------------
પપ્પુ: મને સમજાતું નથી કે આપણે વધારે ઢોંગી છીએ કે વધારે 

ખાધોકડા છીએ?

પિન્ટુઃ લે, કેમ?

પપ્પુ: જોને, બધા ફેસબુક પર અને વોટ્સએપ પર લખ્યા કરે છે 
કે ‘ચાઇનીઝ વસ્તુઓ ન ખરીદો', પણ કોઈ એમ નથી

લખતું કે ‘ચાઇનીઝ આઇટમો ન ખાઓ'!
------------------------------------------------------
સાન્તા એક વાર પોતાની નેનો કારને પાણીથી સાફ કરી રહ્યા 

હતો. ત્યાં બન્તા આવ્યો.

બન્તાઃ કાં? કાર ધુએ છે?

સાન્તાઃ ના ના, કારને પાણી પાઉં છું. કોને ખબર, મારી નેનો 

મોટી થઈને એસયુવી બની જાય!
-------------------------------------------------------
અગાઉ મમ્મીઓ કહેતી: સૂઈ જા, રાત પડી ગઈ.

આજકાલ મમ્મીઓ કહે છેઃ સૂઈ જા, હમણાં સવાર પડશે.

મમ્મી વહી, સોચ નઈ!
-------------------------------------------------------
કનુ અને મનુ

કન્નુઃ તું મોટો થઈશ ત્યારે શું કરીશ?

મનુઃ કાકાની જેમ દાઢી રાખીશ.

કનુઃ એનાથી શો લાભ થશે ?

મનુઃ મોંનો અડધો ભાગ જ ધોવો પડે એટલે...
-----------------------------------------------------
શિક્ષક અને વિદ્યાર્થી

શિક્ષકઃ તેં ઘરકામ કર્યું?

વિદ્યાર્થીઃ ના સર.

શિક્ષકઃ કેમ?

વિદ્યાર્થી : કારણ કે અમારું બધું ઘરકામ 

અમારાં કામવાળાં બહેન જ કરે છે.
-----------------------------------------------------
ચિન્ટુ અને પિન્ટુ

ચિન્ટુઃ તું આ દૂધ ક્યાંથી લઈ આવ્યો?

ફાટી ગયું છે.

પિન્ટુઃ તું ચિંતા ન કર, હું અત્યારે જ

કારીગર પાસે જઈને સંધાવી આવું છું.
-----------------------------------------------------
પપ્પુ : ગઈકાલે મને લગભગ બસ્સો જાતના પ્રાણીઓના નામ 

જાણવા મળ્યા.

જિગો : એ કેવી રીતે? ટીવીમાં કોઈ પ્રોગ્રામ આવતો હતો?

પપ્પુ : ના. કંટાળો આવતો હતો એટલે તારી ભાભીને ખાલી 

એટલું જ કહ્યું કે, વાંદરી ચા બનાવી આપ.
-----------------------------------------------------
લીલી : તું કેમ ગુરુજીને ત્યાં આવતી નથી?

ચંપા : મારો તો વિશ્વાસ ઊઠી ગયો છે એમના ઉપરથી.

લીલી : કેમ, શું થયું?

ચંપા : મહિના પહેલાં મને કહેતા હતા કે, વજ્રાસનમાં બેસવાથી 

ખાવાનું ઝડપથી પચે છે. શરીર વધતું નથી અને હવે એમનું જ 

દસ કિલો વજન વધી ગયું છે.
----------------------------------------------------
પપ્પુ (ફોન ઉપર) : હેલ્લો...

લીલી : ડેડી મમ્મી હૈ નહીં ઘર પે... કુછ તો કરેંગે મિલકે..

પપ્પુ : રહેવા દે, આવી રીતે બે વખત બોલાવીને વાસણ ઘસાયા છે.
---------------------------------------------------------
પિયક્કડ : ઘરમાં તને સૌથી વધુ માન કોણ આપે?

પપ્પુ : મારી પત્નીના કપડાં.

પીયક્કડ : કપડાં કેવી રીતે?

પપ્પુ : જ્યારે પણ કબાટ ખોલું, 

બે-ચાર પગમાં આવી પડે.
---------------------------------------------------------
પપ્પુ : જો વાળ કપાવ્યા પછી હું તારાથી ૧૦ વર્ષ નાનો લાગું છું ને?

નેહા : મુંડન કરાવ્યું હોત તો, હમણાં જ
 
જન્મ્યા હોય તેવા લાગત.
------------------------------------------------------
ડોક્ટર : તમારું અને તમારી પત્નીનું બ્લડ ગ્રૂપ એક સરખું જ છે.

પપ્પુ : તમને ચેક કર્યા પછી ખબર પડી પણ 

મને તો ચેક કર્યા વગર જ ખબર છે.

ડોક્ટર : એવું કેવી રીતે થાય?

પપ્પુ : લગ્નને વીસ વર્ષ થયા, પહેલા મહિનાથી મારું લોહી 

પીતી આવી છે હવે તો એક સરખું જ બ્લડગ્રૂપ હોય ને!
-------------------------------------------------------
પત્ની: સાંભળો, તમારા બર્થડે માટે બહુ 

સરસ કપડાં લઈ લીધા છે.

પતિ: વાહ. લવ યુ. બતાવ તો.

પત્ની: હા, હમણાં પહેરીને આવું છું.
---------------------------------------------------------
પત્ની: અરે જરા મારો મોબાઇલ ચાર્જિંગમાં મૂકી દો ને.

પતિ: રાત્રે ચાર્જિંગમાં ના મૂકીશ, મોબાઇલ બ્લાસ્ટ પણ થઈ શકે છે.

પત્ની: તમે ટેન્શન ના લો. મેં મોબાઇલની બેટરી 

પહેલેથી કાઢી લીધી છે.
--------------------------------------------------------
પત્ની ઘરે ટીવી જોતી હતી.

પતિ: શું જોઈ રહી છે?

પત્ની: કૂકિંગ શો.

પતિ: આખો દિવસ કૂકિંગ શો જોવે છે તો પણ 

રસોઈ બનાવતા તો આવડ્યું નથી.

પત્ની: તમે પણ કૌન બનેગા કરોડપતિ જોવો છો, 

મેં કંઈ કહ્યું?  પતિ શાંત થઈ ગયો.
-----------------------------------------------------------
એક અંકલે પપ્પુને પૂછ્યું: પપ્પુ,

તારી ઉંમર કેટલી છે?

પપ્પુ કહેઃ ઘરમાં ૧૪ વર્ષ. સ્કૂલમાં ૧૨ વર્ષ. 

બસમાં ૧૦ વર્ષ. ટ્રેનમાં ૭ વર્ષ...અને ફેસબુક પર ૧૮ વર્ષ!
---------------------------------------------------
અમેરિકાથી પરીની કઝિન આવી

હતી. એક વાર દહીં જોઈને

કઝિને પૂછ્યું - પરી, વોટ ઇઝ ધિસ?

પરી કહે - દહીં.

કઝિન કહે - વોટ ઇઝ દહીં?

પરી કહે - મિલ્ક સ્લીપ એટ નાઇટ, 

ઇન મોર્નિંગ ઇટ બિકમ્સ ટાઇટ!
---------------------------------------------------
નાનકડા રોમીને એની મમ્મી ફોટા પડાવવા સ્ટુડિયોમાં લઈ

ગઈ. રોમી સતત હલ-હલ કરતો હતો. 

આથી ફોટોગ્રાફરે એને કહ્યું - બેટા, આ કેમેરા સામે જો. છે ને,

તું એની સામે એકધારો જોતો રહીશને 

તો એમાંથી ચકલી નીકળશે!

રોમી કહે - મને બેવકૂફ સમજો છો? 

બરાબર ફોકસ એડજસ્ટ કરો અને સરસ ફોટો પાડો. 

મારે ઇન્સ્ટાગ્રામ પર શેર કરવો છે!
---------------------------------------------------
પપ્પા અને દીકરો

પપ્પાઃ તું ઘરે આવ્યા પછી આટલી બધી

વારથી અંગૂઠા પકડીને કેમ ઊભો છે?

દીકરોઃ પપ્પા, તમે જ કહ્યું હતુંને કે જે

કામ તું સ્કૂલમાં કરતો હોય એ જ કામ ઘરે
આવીને કર.
--------------------------------------------------------
કનુ અને મનુ

કન્નુઃ હું દરરોજ સવારે ઊંઘમાંથી ઊઠું છું,

ત્યારે પહેલાં અડધા કલાક સુધી મને ચક્કર જ આવ્યા કરે છે.

મનુઃ રોજ એવું થતું હોય તો અડધો કલાક

મોડા ઊઠવાનું રાખ.
---------------------------------------------------
હેડમાસ્તર અને પપ્પુ

હેડ માસ્તર : તું રોજ મોડો કેમ આવે છે?

પપ્પુ : સર, એમાં મારો જરાય વાંક

નથી, કારણ કે હું જે રસ્તેથી નિશાળે આવું

છું ત્યાં બોર્ડ મારેલું છે, સ્કૂલ નજીક છે, ધીમે ચાલો.
---------------------------------------------------
સોનુ તેના મિત્ર મોનુને જ્ઞાન આપી રહ્યો હતો કે જો પરીક્ષામાં 

પેપર બહુ અઘરું હોય તો આંખો બંધ કરો,

ઊંડો શ્વાસ લો અને જોરથી બોલો-આ સબ્જેક્ટ બહુ મજેદાર 

છે, તેથી આવતા વર્ષે ફરી ભણીશું.
--------------------------------------------------;
એક માજીને મંદિર બહાર ભિખારી મળ્યો.

ભિખારી: ભગવાનના નામ પર કંઈક આપો માજી. 

ચાર દિવસથી કંઈ ખાધું નથી.

માજીએ રૂ.૫૦૦ની નોટ કાઢતા કહ્યું- ૪૦૦ રૂપિયા ખુલ્લા છે?

ભિખારી: હા, છેને માજી

માજી: તો તેમાંથી જ કંઈક ખાઈ લે ને.
---------------------------------------------------
મોન્ટુ ૫૦૦ ગ્રામ જલેબી ખાઈને પૈસા આપ્યા વગર જતો હતો.

દુકાનદાર: ઓ ભાઈ, પૈસા?

મોન્ટુ: પૈસા તો નથી.

દુકાનદારે તેને બરાબરનો ફટકાર્યો.

એવામાં મોટુ બોલ્યો: ભાઈ, આ જ ભાવે 

બીજી કિલો જલેબી આપી દો.
--------------------------_-------------------------------------
કર્મચારી: બોસ, હું નાઇટ શિફટ નહીં કરી શકું.

બોસઃ કેમ?

કર્મચારી: નોકરીથી ઘર નથી ચાલતું એટલે રાત્રે રિક્ષા ચલાવું છું.

બોસ: એમ, ક્યારેક ભૂખ લાગે તો આવી જજે,

હું રાત્રે પાંઉભાજીની લારી લગાવું છું.
--------------------------------------------------
ચંગુ રોડ પરથી જતો હતો ત્યારે જ ચકલી

તેની પર ચરકી ગઇ.

ચંગુ: સારું છે કે ભગવાને ભેંસને 

ઊડવા લાયક નથી બનાવી.
---------------------------------------------------
ચંગુએ મંગુને થપ્પડ મારી.

મંગુઃ તેં મને આ થપ્પડ સાચે મારી છે કે મજાકમાં

ચંગુ: સાચે જ મારી છે.

મંગુ: તો વાંધો નહીં, બાકી મને મજાક પસંદ નથી.

ડૉક્ટર : ૩ દાંત કેવી રીતે તૂટી ગયા?

પેશન્ટ : પત્નીએ બનાવેલી સુખડી ખાધી હતી.

ડૉક્ટર : તો ના પાડી દેવાય ને.

પેશન્ટ : તો બત્રીસે બત્રીસ તૂટી જાત.
---------------------------------------------------
પતિ પાણીમાં માથું નાખીને બેઠો હતો.

પત્ની : આ શું કરો છો?

પતિ : આજકાલ મગજ ચાલતું નથી તો,

 પંક્ચરતો નથી ને એ ચેક કરું છું.
---------------------------------------------------
સાસુ (વહુને): હવે તો ઊઠી જા હીરોઇન. જો

સૂરજ પણ ક્યારનો ઊગી ગયો.

વહુ: રિલેક્સ મમ્મીજી, સૂરજ મારા કરતાં

વહેલો સૂઈ પણ જાય જ છે ને?

સાસુમા ત્યાં ને ત્યાં બેભાન.
---------------------------------------------------
પપ્પુ સ્કૂલમાં ગધેડો લઈને આવ્યો. ક્લાસ ટીચર પૂછ્યું,

‘અલ્યા, આ શું? ગધેડાને કેમ સ્કૂલે ખેંચી લાવ્યો?’

પપ્પુ કહે, ‘સર, તમે જ કહેતા હો છોને મેં તો કેટલાય ગધેડાને 

માણસ બનાવ્યા છે. એટલે મને થયું કે લાવ, 

આ ગધેડાને પણ તમારી પાસે લાવીને એનું જરા કલ્યાણ કરું.’
----------------------------------------------------
ચિન્કી : હું પાપા કી પરી છું.

ચિન્ટુ: તો હું ય પાપા કા પારો છું.

ચિન્કી: એટલે?

ચિન્ટુ: મને જોતાં જ પપ્પાના દિમાગનો પારો ચડી જાય છે!
---------------------------------------------------
ટીચર : બોલ રોમી, મંકીને ગુજરાતીમાં શું કહેવાય?

રોમી : સર, વાંદરો.

ટીચર : તું ચોપડીમાં જોઈને બોલ્યોને? સાચું બોલજે.

રોમી : ના ના, હું તો તમને જોઈને બોલ્યો. તમારા સમ!
---------------------------------------------------
એક વાર બે ઉંદર બાઇક પર નીકળ્યા. 

રસ્તામાં સિંહે લિફ્ટ માગી. 

ઉંદર કહે, ‘શ્યોર,તને લિફ્ટ આપીશું, 

પણ તારી મમ્મી ક્યાંક એમ તો નહીં કહેને કે 

તું આજકાલ ગુંડાઓ સાથે બહુ રખડે છે?’
---------------------------------------------------
ડેન્ટિસ્ટ : તમારા દાંત સડી ગયા છે. કઢાવવા પડશે.

દર્દી: કેટલો ખર્ચ આવશે?

ડેન્ટિસ્ટ : પાંચ હજાર રુપિયા.

દર્દી: એમ કરો, આ બસ્સો રુપિયા રાખો, 

દાંતને ખાલી ઢીલા  કરી નાખો, 

એને કાઢવાનું કામ હું જાતે કરી લઈશ.
-----------------------------------------------------
આંખના ડોક્ટર : ચશ્માં કોના માટે બનાવવાનાં છે?

પપ્પુ : મારા ક્લાસ ટીચર માટે.

આંખના ડોક્ટર : કેમ?

પપ્પુ : કેમ કે એને મારામાં કાયમ ગધેડો જ દેખાય છે.
-----------------------------------------------------
એક એન્જિનિયરિંગ

સ્ટુડન્ટ ધાબા પર ઊભો હતો અને પાડોશીએ પૂછ્યું : 

બેટા, હવે આગળ શું વિચાર્યું છે?

સ્ટુડન્ટ : બસ અંકલ, ટાંકી ભરાઇ જાય એટલે

મોટર બંધ કરી દઇશ.
-----------------------------------------------------
બોયફ્રેન્ડ : હું એવી છોકરી સાથે લગ્ન કરીશ કે

જે મહેનતુ હોય, સાદાઇથી રહેતી હોય, ઘર

સંભાળી શકે, આજ્ઞાંકિત હોય.

ગર્લફ્રેન્ડ : મારા ઘરે આવી જજે, 

અમારી નોકરાણીમાં આ બધા જ ગુણ છે.

સોનુ ખૂબ ચિંતાતુર થઇને બેઠો હતો.
-----------------------------------------------------
મોનુ :  શું થયું યાર?

સોનુ : શું કહ્યું? કાલે ટીચર કહેતા હતા કે

જિંદગી ચાર દિન કી હૈ પણ મેં તો મોબાઇલમાં

૮૪ દિવસનું રિચાર્જ કરાવી લીધું છે એનું શું?
------------------------------------------_----------
પત્ની પતિને સવાર પડી ગઇ.

જલદી ઊઠો હું ભાખરી કરું છું,

પતિ : તો કર ને, હું ક્યાં તવા પર સુતો છું.
--------------------------------------------------
શિક્ષક: આજથી તમામ વિદ્યાર્થીઓ ક્લાસની 

છોકરીઓને બેન કહેશે.

વિદ્યાર્થી : આ બેનોના સંતાનોના મામેરા 

કોણ તમારા બાપ ભરશે?
--------------------------------------------------
પોલીસ : યુ આર અંડર એરેસ્ટ. ચાલ હાથ ઊંચા કર.

ચોર : સાહેબ હાથ તો ઊંચા કરી દઇશ પણ 

તમે વચન આપો કે ગલીપચી નહીં કરો.

--------------------------------------------------
ચિન્ટુ: યાર માથું સખત દુખે છે

પિન્ટુ માથુ દુખે છે? તો થોડી વાર ગર્લફ્રેન્ડ સાથે વાત કરી લે

ચિન્ટુ : કેમ? એનાથી શું થાય?

પિન્ટુ : તને ખબર નથી? ઝેરનું મારણ ઝેર
---------------------------------------------------
છોકરો : હું એવી છોકરી સાથે લગ્ન કરીશ, 

જે મહેનતું હોય, સાદગીથી રહેતી હોય, 

ઘરની સંભાળ રાખે અને આજ્ઞાકારી હોય

પ્રેમિકા : મારા ઘરે આવી જજે 

મારી કામવાળીમાં આ બધા લક્ષણ છે.
---------------------------------------------------
ચંગુ ગર્લફ્રેન્ડને : તું રડે છે કેમ?

ગર્લફ્રેન્ડ : મેં મારો ફોન એરોપ્લેન મોડમાં રાખ્યો છે...

પણ તેમ છતાં તે ઊડી નથી રહ્યો!
--------------------------------------------------
સોનુ અને દુકાનદાર

સોનુ : (દુકાનદાર) તમારી પાસે માંકડ મારવાની દવા છે?

દુકાનદાર : હા છે.

સોનુ : (ખુશ થઇને) તો પછી હું હમણાં જ 

ઘરે જઇને બધાં માંકડ લઇ આવું છું.
--------------------------------------------------
કનુ અને મનુ

કનુ : માણસ નાની નાની ભૂલોમાંથી 

ઘણું બધું શીખી શકે છે.

મનુ : એટલે જ મને ક્યારનું થતું હતું કે 

હું અત્યાર સુધી કંઈ શીખ્યો કેમ નથી?
---------------------------------------------------
ચિન્ટુ અને પિન્ટુ

ચિન્ટુ: અરે, તને આ રીતે કોરો પોસ્ટકાર્ડ કોણે લખ્યો છે?

પિન્ટુઃ મારા મિત્ર બંટીએ.

ચિન્ટુ: પણ એ કોરો કેમ છે?

પિન્ટુઃ કારણ કે હમણાં અમારી વચ્ચે બોલચાલ બંધ છે.
---------------------------------------------------
પપ્પુ : હેં મમ્મી, શું મારું

મોઢું ભગવાન જેવું છે?

મમ્મી : કેમ આવું પૂછે છે, પપ્પુ?

પપ્પુ : એટલા માટે કે જ્યાં પણ જાઉં છું 

ત્યાં બધા એમ જ બોલે છે કે

હે ભગવાન... પાછો આવી ગયો!
------------------------------------------------------
ટોમી : તારું નિકનેમ શું છે?

રોમી : નિકનેમ એટલે?

ટોમી : ઘરમાં તને બધા શું

કહીને બોલાવે છે?

રોમી : કામચોર!
------------------------------------------------------
ચકોઃ એક તરફ પૈસા છે

અને બીજી બાજુ બુદ્ધિ છે.

તો કોને પસંદ કરાય?

મકો બુદ્ધિને.

ચકોઃ ખોટું.

હું તો બુદ્ધિને પસંદ કરું.

મકો : એ તો જેની પાસે

જે ન હોય એને જ પસંદ કરેને!
---------------------------------------------------
બોયફ્રેન્ડ ચાલ તને ચંદ્ર પર લઇ જઉં.

ગર્લફ્રેન્ડઃ અરે ના યાર.

બોયફ્રેન્ડ કેમ?

ગર્લફ્રેન્ડઃ કારણ કે ત્યાં વોટ્સએપ નથી ચાલતું.
---------------------------------------------------
ચંગુ: કાલે મને ગુંડાએ ચપ્પુ બતાવીને લૂંટી લીધો.

મંગુ: પણ તારી પાસે તો પિસ્તોલ હતી ને?

ચંગુ: એ મેં સંતાડી દીધી હતી નહીંતર એ પણ લૂંટી લેત.
-----------------------------------------------------
શિક્ષક : તારું આન્સર પેપર સંતાડી દે,

પાછળવાળો જોઇ રહ્યો છે.

ચંગુ: જોવા દો સર, હું એકલો ફેલ નથી થવા માગતો.
----------------------------------------------------
સોનુ અને મોનુ

સોનુઃ આ ટેલિફોનના તાર આટલા ઊંચા

કેમ રાખતા હશે?

મોનુઃ કારણ કે બે જણા વચ્ચે ટેલિફોન પર થતી

વાતચીત કોઈ સાંભળી ન જાય એટલે...
----------------------------------------------------
કનુ અને મનુ

કનુઃ કાગળ-પેન લઈને તું શું કરી રહ્યો છું?

મનુઃ હું મારા મિત્ર બંટીને પત્ર લખી રહ્યો છું

કનુઃ પણ તને લખતાં ક્યાં આવડે છે?

મનુઃ તો બંટીને વાંચતાં ક્યાં આવડે છે?
----------------------------------------------------
શિક્ષક- વિદ્યાર્થી

શિક્ષકઃ ધરતી અને ચંદ્ર વચ્ચે શું સંબંધ છે?

વિદ્યાર્થી ભાઈ-બહેનનો.

શિક્ષકઃ કેવી રીતે?

વિદ્યાર્થીઃ ધરતીને આપણે માતા કહીએ છીએ અને

ચંદ્રને મામા કહીએ છીએ. એટલે ભાઈ-બહેન થયાંને
-------------------------------------------------

એક એન્જિનિયરિંગ સ્ટુડન્ટ ધાબા પર ઊભો

હતો અને પાડોશીએ પૂછ્યું : બેટા, હવે આગળ
શું વિચાર્યું છે?

સ્ટુડન્ટ : બસ અંકલ, ટાંકી ભરાઇ જાય એટલે
મોટર બંધ કરી દઇશ.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top