‘નિપુણ ભારત’ હેઠળ દેશમુખ ફળિયા કાકડવેરીમાં બાળવાર્તા કાર્યક્રમનું સફળ આયોજન
GCERT ગાંધીનગર તથા DIET નવસારીના માર્ગદર્શન હેઠળ ‘નિપુણ ભારત’ કાર્યક્રમ અંતર્ગત કલસ્ટર રિસોર્સ સેન્ટર પાટીમાં સમાવિષ્ટ દેશમુખ ફળિયા પ્રાથમિક શાળા, કાકડવેરી ખાતે બાળવાર્તા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં મૌખિક અભિવ્યક્તિ, ભાષાકૌશલ્ય તથા સર્જનાત્મક ક્ષમતાનો વિકાસ કરવાનો હતો.
કાર્યક્રમમાં વિવિધ શૈક્ષણિક તબક્કાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ફાઉન્ડેશનલ સ્ટેજમાં પાટી પ્રાથમિક શાળાની ઋત્વી મનોજભાઈ પટેલ, પ્રિપેરેટરી સ્ટેજમાં જામનપાડા પ્રાથમિક શાળાની રૂહી મનોજભાઈ પટેલ અને મિડલ સ્ટેજમાં પાટી પ્રાથમિક શાળાની ધ્રુવંશી પ્રવિણભાઈ મિશળે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું.
આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, ભાષા પર પકડ અને વ્યક્તિત્વ વિકાસમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. શાળાના આચાર્યશ્રી સુરેન્દ્રભાઈ પટેલે કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો.




