સ્પર્ધાઓ અને બાળ નાટિકાથી નાંધઈ પ્રાથમિક શાળામાં ઉજવાયો વીર બાલ દિવસ
ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળામાં વીર બાલ દિવસની ઉજવણી ઉત્સાહ અને ભાવભાવનાપૂર્વક કરવામાં આવી. વીર બાલ દિવસ અંતર્ગત તાલુકા પંચાયત શિક્ષણ સમિતિ, ખેરગામના માર્ગદર્શન હેઠળ ચિત્રકામ, રમતગમત તેમજ વાર્તા–નિબંધ લેખન જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વિશેષ શાળાના બાળકો દ્વારા પ્રેરણાદાયી બાળ નાટિકાનું સુંદર પ્રસ્તુતકરણ કરવામાં આવ્યું, જેને ઉપસ્થિત સૌએ વખાણ્યું.
આ પ્રસંગે ખેરગામ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી લીતેશભાઈ ગાંવિત, તોરણવેરા ગામના સરપંચ શ્રી સુનિલભાઈ દભાડીયા, ગૌરી ગામના સરપંચ શ્રી પ્રકાશભાઈ પટેલ, યુવા આગેવાન શ્રી આતિશભાઈ પટેલ, એસએમસી અધ્યક્ષ શ્રી ઠાકોરભાઈ પટેલ, શાળાના આચાર્યશ્રી તેમજ શાળા પરિવારની ઉપસ્થિતિ રહી. મહાન વીર સાહેબજાદાઓના બલિદાનને યાદ કરી વિદ્યાર્થીઓમાં દેશભક્તિ અને મૂલ્ય શિક્ષણનો સંદેશ આપવામાં આવ્યો.






