ટકાઉ ખેતીથી સ્માર્ટ વેસ્ટ મેનેજમેન્ટ સુધી: ખેરગામ તાલુકાના બહેજ CRC વિજ્ઞાન પ્રદર્શનમાં નવીન પ્રયોગો.
ખેરગામ તાલુકાના બહેજ પ્રાથમિક શાળામાં CRC કક્ષાનું ગણિત–વિજ્ઞાન પ્રદર્શન ઉત્સાહભેર યોજાયું. કાર્યક્રમનું ઉદ્ઘાટન ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખેરગામ બી.આર.સી. શ્રી વિજયભાઈ પટેલ, શાળાના આચાર્યશ્રી સેજલભાઈ પટેલ તેમજ શિક્ષકો અને બાળ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યાં હતાં, જેમણે સમગ્ર આયોજનને સફળ બનાવ્યું.
પ્રદર્શન અંતર્ગત પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક વિભાગોના વિદ્યાર્થીઓએ માર્ગદર્શક શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિવિધ વૈજ્ઞાનિક, પર્યાવરણીય, કૃષિ આધારિત, આરોગ્ય સંબંધિત અને ગણિત સંબંધિત રાજ્યકક્ષાના મોડેલો રજૂ કર્યા. “ટકાઉ ખેતી, હરિત ઊર્જા, સ્માર્ટ વેસ્ટ મેનેજમેન્ટ, ગણિતના સર્જનાત્મક મોડેલો, પ્રાકૃતિક ખેતી, સોલાર સ્માર્ટ ફાર્મિંગ” જેવા સમકાલીન અને આધુનિક વિષયો પર આધારીત પ્રોજેક્ટ્સને સૌએ વિશેષ પ્રશંસા આપી.
આ પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓએ તેમની વૈજ્ઞાનિક વિચારશક્તિ, સર્જનાત્મકતા અને પ્રયોગાત્મક શૈલીનું ઉત્તમ પ્રદર્શન કર્યું. શિક્ષકો અને વાલીઓએ આવા આયોજનને બાળકોની ભાવિ પ્રગતિ માટે મહત્વપૂર્ણ ગણાવ્યું.




