બહેજ પ્રાથમિક શાળાની નિધિ માહલા અને મીનાક્ષી માછીનું માનનીય મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે સન્માન.
વાંસદા ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ દરમિયાન એક ગૌરવસભર ક્ષણ સર્જાઈ. આ ભવ્ય કાર્યક્રમમાં બહેજ પ્રાથમિક શાળાની બે પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓ — નિધિ માહલા અને મીનાક્ષી માછી —ને ગયા વર્ષે રમતગમત ક્ષેત્રે પ્રાપ્ત કરેલા ગોલ્ડ મેડલ બદલ મંચ પર સન્માનિત કરવામાં આવી હતી.
આ સન્માન માનનીય કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના વરદ હસ્તે આપવામાં આવતાં સમગ્ર વિસ્તાર માટે ગૌરવની લાગણી વ્યાપી હતી. ગ્રામ્ય જનજાતિય વિસ્તારની આ બે બાળાઓએ તેમના રમતગમત ક્ષેત્રે સમગ્ર શાળાનું નામ રોશન કર્યું છે.
આવા સન્માનોથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે છે અને અન્ય બાળકો માટે પ્રેરણાસ્ત્રોત ઉભું થાય છે. બહેજ પ્રાથમિક શાળાના શિક્ષકો અને વાલીઓ માટે આ ક્ષણ ગર્વભરી બની રહી.
આ બંને બાળાઓને હૃદયપૂર્વકના અભિનંદન અને ભવિષ્ય માટે અનેક શુભકામનાઓ! 🌟


