વસરાઈ સમાજ ભવન: સહિયારા પ્રયાસોથી નવી ઉપલબ્ધિઓ

SB KHERGAM
0

  વસરાઈ સમાજ ભવન: સહિયારા પ્રયાસોથી નવી ઉપલબ્ધિઓ


"અસંભવને સંભવ બનાવે"—આ ઉક્તિ વસરાઈ ખાતે સાકાર થઇ રહી છે. છેલ્લા થોડા સમયમાં અહીં જે પ્રગતિ જોવા મળી છે, તે આખા સમાજ અને દિશા ધોડિયા સમાજની ટીમના સંકલિત પ્રયત્નોનો પરિપ્રકાષ છે.

વિકાસની નવી દિશા

વસરાઈની ૧૦ વીંઘા જમીન પર વિવિધ ૬૪ પ્રોજેક્ટો અમલમાં આવશે. હાલની સુવિધાઓમાં—
✅ ઓફિસ
✅ પાર્ટી પ્લોટ
✅ ગ્રાઉન્ડ
✅ કોમર્શિયલ સાઇટ
✅ ટોયલેટ બ્લોક (હાલમાં કામ ચાલુ)

આગામી સમયમાં ડોમ અને સાંસ્કૃતિક ભવન નિર્માણ પામશે, જે સમાજ માટે ગૌરવની ક્ષણ હશે.

યુવા પેઢી માટે એક નવી પહેલ

હાલમાં વસરાઈ ખાતે જાહેર પરીક્ષાની તૈયારી માટે કોચિંગ ક્લાસ ચાલી રહ્યા છે. "યુવા ઉપનિષદ પ્રકાશન" તરફથી ૩૦,૦૦૦ રૂપિયાથી વધુ કિંમતનાં ૭૦થી વધુ પુસ્તકો વિધાર્થીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ દાન માટે સમાજભવનના હોદ્દેદારીએ હૃદયથી અભિનંદન અને આભાર કર્યો હતો.

સમાજ સંગઠન અને સહકાર

આ સમગ્ર વિકાસની પાછળ સમાજના સહિયારા પ્રયાસો છે. આજના યોગદાનથી ભવિષ્યના પાયાં મજબૂત થશે. આવનારા સમયમાં આ પહેલ સમાજ માટે સીમાચિહ્નરૂપ બનશે. 

માહિતી સ્રોત, મુકેશભાઈ મહેતા (મંત્રીશ્રી, વસરાઈ સમાજ ભવન)

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top