ભાઈચારાનો મેદાન પર વિજય: તોરણવેરા ક્રિકેટ ટુર્નામેન્ટ
તોરણવેરા ગામમાં એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુસર ગ્રામ પંચાયત અને યુવા મિત્રો દ્વારા વિલેજ કપ 2025 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. ગામના સરપંચ શ્રી સુનિલભાઈ દભાડિયા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીના વરદહસ્તે ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
આ ટુર્નામેન્ટમાં ગામની 18 જેટલી ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો. ફાઇનલ મેચ તોરણવેરા પોળસ ફળિયાં અને આંબાવાડી ફળિયાંની ટીમો વચ્ચે રમાઈ, જેમાં તોરણવેરા પોળસ ફળિયાં ટીમ વિજેતા બની અને આંબાવાડી ફળિયાં ટીમ રનર-અપ રહી.
આ આયોજન દરમ્યાન તોરણવેરા હનુમાન ફળિયાના યુવાનો દ્વારા મેનેજમેન્ટની સંપૂર્ણ જવાબદારી સંભાળી શિષ્ઠતા અને શ્રેષ્ઠ વ્યવસ્થાનું ઉદાહરણ પુરૂ પાડ્યું. સમગ્ર ટુર્નામેન્ટ ગ્રામજનોના સહકારથી શાંતિપૂર્ણ રીતે સફળતાપૂર્વક પૂર્ણ થયું.
સંપૂર્ણ ગામવાસીઓ તરફથી આ આયોજનમાં સહભાગી બનેલા તમામ નામી અને અનામી લોકોનો સરપંચશ્રી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો.