ખેરગામ તાલુકાના શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માન
પ્રજાસત્તાક દિવસ 2025ના દિવસે ખેરગામ તાલુકાના શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપનારા શિક્ષકોને "પ્રતિભાશાળી શિક્ષક" તરીકે સન્માનિત કરવામાં આવ્યા. આ અવસરે ખેરગામનાં પાંચ ક્લસ્ટરનાં શ્રેષ્ઠ શિક્ષકોને તેમના શ્રેષ્ઠ કાર્ય અને પ્રતિબદ્ધતા માટે ગુજરાત સરકાર દ્વારા પ્રેરિત પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ બધા શિક્ષકોની શ્રેષ્ઠતા દર્શાવતી તેમની દૃઢતા, મોખરે રહેવાની ભાવના અને વિદ્યાર્થીઓના નિર્માણ માટેની લાગણી, તેમને આ સન્માનનો હકદાર બનાવે છે.
સન્માનિત શિક્ષકો:
- મનીષાબેન પટેલ - ખેરગામ ક્લસ્ટરનાં વાડ મુખ્ય શાળાની ઉપશિક્ષિકા
- વાસંતીબેન પટેલ - શામળા ફળિયા ક્લસ્ટરનાં પોમાપાળ પ્રાથમિક શાળાની આચાર્યશ્રી
- હિરલબેન આર. પટેલ - બહેજ ક્લસ્ટરનાં કૃતિખડક પ્રાથમિક શાળાની ઉપશિક્ષિકા
- શીતલબેન પટેલ - પાટી ક્લસ્ટરનાં પાટી પટેલ ફળિયા પ્રાથમિક શાળાની શિક્ષિકા
- જીતુભાઈ બિસ્તુભાઈ ગાયણ - પાણીખડક ક્લસ્ટરનાં નદગધરી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી
તમામ શિક્ષકોને ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ખેરગામ તાલુકા કેળવણી નિરિક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ બી.આર.સી. વિજયભાઈ પટેલ, ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ તથા મહામંત્રી કિરીટભાઈ પટેલ સહિત હોદ્દેદારોએ અભિનંદન સાથે હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.