દિતિયા બાપા – એક આધ્યાત્મિક કથાનાં આદિવાસી શિલ્પકાર

SB KHERGAM
0

 દિતિયા બાપા – એક આધ્યાત્મિક કથાનાં આદિવાસી શિલ્પકાર

સહ્યાદ્રિ પંથકનાં વલસાડ જિલ્લના ધરમપુર  તાલુકામાં આવેલું વિરવલ ગામ દિતિયા બાપાની પવિત્ર ઉપસ્થિતિથી ધન્ય બન્યું. 1926ના દેવદિવાળી ના શુભ દિવસે જન્મેલા દિતિયાબાપા માત્ર એક સાધુ નહીં, પણ એક મહામાનવ તરીકે અખિલ આદિવાસી સમાજ માટે આશીર્વાદરૂપ સાબિત થયા.

ભક્તિનાં બીજ રોપનાર

દિતિયાબાપા ના જીવનમાં ધર્મમાર્ગ પ્રત્યેનો અખંડ શ્રદ્ધાનો પ્રજ્વલિત દીવો હતો. એમના માર્ગદર્શન હેઠળ 251 રામજી મંદિરોનું નિર્માણ થયું. આ મંદિરો માત્ર ધાર્મિક સ્થળો નહીં, પણ સમાજમાં ભક્તિ અને એકતાનું પ્રતિક બની રહ્યા.

અતિથિ દેવો ભવ

બાપાનું જીવન 'અતિથિ દેવો ભવ' ના જીવંત ઉદાહરણ સમાન હતું. દિતિયાબાપાનું ઘર દરેક માટે અનુકંપાનું એક મથક હતું. કોઈ પણ ભક્ત દિતિયા બાપાને મળવા આવે, તો તેઓ પ્રેમપૂર્વક આવકાર અને ભોજન માટે આમંત્રિત કરતા.

સાદગી અને જાગૃતિ

દિતિયાબાપાની વાણી અને કર્મમાં સાદગીના સાગરના સૂર હતા. "કુવો ખોદજા, વાડી બનાવજા, ભણજા" – આ તેમનો સંદેશ, આત્મનિર્ભરતા અને શિસ્ત માટેની પ્રેરણા આપી રહ્યો છે. તેઓ પેટભર ભોજનની સાથે જ આત્મિક માર્ગદર્શન પણ ભક્તોને પ્રદાન કરતા.

જીવનનો અંત અને દાયકાઓનું અસ્તિત્વ 

110 વર્ષ સુધી આ ધરતી પર જીવન વિતાવનાર દિતિયા બાપા 2035ના શ્રાવણ વદ અમાસના દિવસે નિર્વાણ પામ્યા. તેમનું જીવન એક પથદર્શક બની રહ્યું. તેમના નિર્વાણ પછી પણ, એમની જન્મજયંતિએ દર વર્ષે ભવ્ય મેળો ભરાય છે, જ્યાં હજારો ભક્તો એકત્ર થાય છે.

દિતિયાબાપાનો વારસો

દિતિયા બાપા રામભક્ત તરીકે લોકમાનસમાં જળવાઈ રહ્યા છે. તેમની સ્મૃતિમાં વિશ્વાસ, ભક્તિ અને પરોપકારનું બીજ આદિવાસી સમાજમાં વવાયું છે, જે કાયમ મલકતું રહેશે.

વિરવલના પવિત્ર પગલાં આજે પણ દિતિયાબાપાની સંસ્કૃતિની ખુશ્બૂ મહેકી ઉઠે છે.

નોંધ : આ પોસ્ટની માહિતી અને ફોટોગ્રાફ દિતિયાબાપાનાં ફેસબુકની પોસ્ટમાંથી  લેવામાં આવેલ છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top