Dharampur|valsad: ધરમપુરની સિદુમ્બર પીએચસીમાં કુટુંબ નિયોજન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર ૨૫ કર્મીઓનું સન્માન કરાયુ

SB KHERGAM
0

 Dharampur|valsad: ધરમપુરની સિદુમ્બર પીએચસીમાં કુટુંબ નિયોજન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર ૨૫ કર્મીઓનું સન્માન કરાયુ 

માત્ર ૫૫ દિવસમાં જિલ્લામાં ૨૪ પુરૂષ અને ૯૨૫ સ્ત્રીના કુટુંબ નિયોજન હેઠળ ઓપરેશન કરાયા 

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧ ઓગસ્ટ 

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલા સિદુમ્બર ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તા. ૩૦ જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસ અંતર્ગત કુટુંબ નિયોજન કાર્યક્રમ હેઠળ સૌથી શ્રેષ્ઠ કામગીરી કરનારા ૨૫ આરોગ્ય અધિકારી અને કર્મચારીઓનું ટ્રોફી અને પ્રમાણપત્ર વડે સન્માન કરવામાં આવ્યું હતું. 

તા. ૧ જુન ૨૦૨૪ થી તા. ૨૪ જુલાઈ ૨૦૨૪ દરમિયાન માત્ર ૫૫ દિવસમાં જ ૨૪ પુરૂષ અને ૯૨૫ સ્ત્રીના કુટુંબ નિયોજનના ઓપરેશન કરવામાં આવ્યા હતા. આરોગ્ય કર્મીઓ દ્વારા આ પ્રસંગે સિદુમ્બર ગામના સરપંચ લીલાબેને ખાસ ઉપસ્થિત રહી વિશેષ અનુભવો રજૂ કર્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કિરણ પી.પટેલે હાલમાં ચાલી રહેલા ચાંદીપુરા રોગ વિશે ઉપસ્થિત કર્મચારીઓને સમજ આપી હતી. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. વિપુલ ગામિતે કુટુંબ નિયોજન વિશે વિસ્તૃત સમજ આપી હતી. અંતમાં આભારવિધિ સિદુમ્બર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. લિપ્સા પટેલે કરી હતી. કાર્યક્રમનું સંચાલન ડી.આઈ.ઈ.સી. ઓફિસર પંકજભાઈ પટેલે કરી હતી. 





Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top