Khergam (shamla school) : શાળા સલામતી સપ્તાહ-૨૦૨૪ની ઉજવણી અંતર્ગત શામળા ફળિયા પ્રાથમિક શાળામાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ.
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ધ્વારા વિધાર્થીઓ,શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ સામે સાવચેતી અને સલામતી વિષે વિશેષ માર્ગદર્શન મળી રહે તે માટે શિક્ષણ વિભાગના પરામર્શમાં રહી તા-૨૯/૦૧/૨૦૨૪ થી તા-૦૩/૦૨/૨૦૨૪ દરમિયાન રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં "શાળા સલામતી સપ્તાહ-૨૦૨૪ની ઉજવણીનુ આયોજન કરવામાં આવ્યું હતું.
તેના ભાગરૂપે તારીખ ૦૧-૦૨-૨૦૨૪નાં દિને શામળા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે શાળા કક્ષાએ યોજવાની વિવિધ સ્પર્ધાઓમાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ધોરણ ૬થી ૮નાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પોતાની કાલ્પનિક શક્તિ દ્વારા પોતાની કાલ્પનિક વિચારોને કાગળ પર કંડાર્યા હતા. તેજ રીતે વકૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધામાં પણ બાળકોએ પોતાના વિચારોને રજૂ કરી કંઇક કર્યાનો સંતોષ તેમણે મેળવ્યો હતો.
આ સ્પર્ધા માટે ધોરણ ૬થી૮નાં વર્ગશિક્ષશ્રીઓનું માર્ગદર્શન અને પ્રોત્સાહન મહત્વનું રહ્યું હતું.