Gandevi : અમલસાડનાં કલમઠા ગામનાં શિક્ષક દિપક પટેલને કેન્દ્ર સરકારનો ઈન્સ્પાયર એવોર્ડ મળ્યો.

SB KHERGAM
0

Gandevi : અમલસાડનાં કલમઠા ગામનાં શિક્ષક દિપક પટેલને કેન્દ્ર સરકારનો ઈન્સ્પાયર એવોર્ડ મળ્યો.

સેન્ટ્રલ ગવર્નમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ (દિલ્હી) દ્વારા દર વર્ષે યોજાતા ઈન્સપાયર એવોર્ડ સ્પર્ધામાં અમલસાડનાં કલમઠા ગામ (ગામસરા)નાં દિપકભાઈ પટેલને ઈન્સપાયર એવોર્ડ ૨૦૨૩-૨૪ મળતાં સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન થતાં કલમઠા ગામનાં સરપંચ, ન્ય આગેવાનો અને મિત્રોએ ગૌરવની લાગણી અનુભવી હતી.પ્રાપ્ત માહિતી પ્રમાણે સેન્ટ્રરલ ગવર્નમેન્ટનાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા દરેક જીલ્લાઓની ૫ થી ૬ શાળાઓમાંથી વિજ્ઞાન સબંધિત પ્રોજેકટ મંગાવવામાં આવે છે. સામાન્ય રીતે પર્યાવરણ, એગ્રીકલ્ચર, આપત્તિ-વ્યવસ્થાટ્રાફિક સમસ્યા, આરોગ્ય અને સાયન્સ ટેકનોલોજી ઉપર પ્રોજેકટ તૈયાર કરી મોકલવાતા હોય છે. એવોર્ડ અંગેની ઉચ્ચ સ્તરીય પસંદગી સમિતિ આ પ્રોજેકટોમાંથી એવોર્ડ માટેનાં પ્રોજેકટ પસંદ કરતી હોય છે અને પસંદગી પામેલ પ્રોજેકટને એવોર્ડ અપાતા હોય છે. 

      અમલસાડનાં કલમઠા (ગામસરા ફળિયા)નાં શિક્ષક દિપકભાઈ પટેલ, સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્યામજી કૃષ્ણવર્મા પ્રા. શાળા નં.૧૧૭માં ઉપશિક્ષક તરીકે ફરજ બજાવી રહયા છે. ઈન્સ્પાયર એવોર્ડ ૨૦૨૩-૨૪ માટે આ શાળાનાં ધોરણ -૭નાં વિદ્યાર્થી ભરત આલની પણ પસંદગી થયેલ હોવાનું દિપક પટેલે જણાવ્યું હતું. દિપક પટેલની આ સિધ્ધિ બદલ તેઓનું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં ઈ.ચા.અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કુ.સ્વાતિબેન સોસા, તેમજ સભ્ય રાકેશભાઈ હિરપરા દ્વારા દિપક પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન બદલ કલમઠા ગામનાં સરપંચ, આગેવાનો, મિત્રો અને શુભેચ્છકોએ દિપકભાઈ છોટુભાઈ પટેલને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. દિપક પટેલે પ્રાકૃતિક સંપત્તિને પ્રોત્સાહિત કરતો ઈકો ફ્રેન્ડલી હેર ડાઈ પ્રોજેક્ટ રજૂ કર્યો હતો.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top