Dang : આહવા ખાતે જિલ્લા કક્ષાનો મેગા રોજગાર/એપ્રેન્ટીસ ભરતી મેળો/સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાયો.

SB KHERGAM
0

 


Dang : આહવા ખાતે જિલ્લા કક્ષાનો મેગા રોજગાર/એપ્રેન્ટીસ ભરતી મેળો/સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાયો.

(ડાંગ માહિતી બ્યુરો) : આહવા: તા: ૨૩: ડાંગ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, મોડલ કરિયર સેન્ટર-આહવા, અને નોડલ આઇ.ટી.આઇ આહવા તેમજ સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ-આહવાના સહકારથી, સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ-આહવા ખાતે  SSC/HSC/ITI/DIPLOMA (દરેક ટ્રેડ) અને સ્નાતકની ૫૦૦ જેટલી રોજગાર/એપ્રેન્ટીસની જગ્યાઓ માટે, જિલ્લા કક્ષાના મેગા રોજગાર/એપ્રેન્ટીસ ભરતી મેળા/સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામા આવ્યુ હતું.

ભરતી મેળામા ૭ જેટલા નોકરીદાતાઓ હાજર રહ્યા હતા. ભરતી મેળામા ૩૫૫ થી વધારે ઉમેદવારોએ ઈન્ટર્વ્યુ પ્રક્રીયામા ભાગ લીધો હતો.


ભરતી મેળામા રોજગારી/એપ્રેન્ટીસ સ્વરોજગારી, લોન સહાય તેમજ સ્કીલ તાલીમ અંગે માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. તેમજ ભરતી મેળાના અધ્યક્ષ નોડલ આઇ.ટી.આઇ આહવાના આચાર્યશ્રીએ ઉપસ્થિત રહીને ઉમેદવારોને રોજગારીની તકો ઝડપી લેવા પ્રોત્સાહીત કર્યા હતા.

રોજગાર કચેરીના યંગ પ્રોફેશનલ શ્રી ઝેડ.એફ રાજ, કરીયર કાઉન્સેલર શ્રી જયેશભાઇ થોરાટ અને ધરતીબેન ગામીત દ્વારા ઉમેદવારોને ઘરે બેઠા રોજગારી શોધવા અને નોકરીદાતાને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો શોધવા રાજય સરકારના અનુબંધમ પોર્ટલ અને ભારત સરકારના એનસીએસ પોર્ટલ પર રજીસ્ટ્રેશ કરવા તેમજ વિદેશ રોજગાર કે અભ્યાસ કરવા જવા માંગતા ઉમેદવારો માટે વિના મુલ્યે માર્ગદર્શન મેળવવા તેમજ રોજગારલક્ષી કરિયર કાઉન્સેલીંગ મેળવવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, “મોડલ કરિયર સેન્ટર”, આહવા નો સંપર્ક સાધવા જણાવ્યું હતું.



Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top