Dang: સરકારી વિનયન અને વાણિજ્ય આહવાના પ્રાધ્યાપકશ્રી ડૉ.હિતાક્ષી મૈસુરીયા પી.એચ.ડી થયા.
સરકારી વિનયન અને વાણિજ્ય આહવા ખાતે PTI તરીકે ફરજ બજાવતા ડૉ. હિતાક્ષી રજનીકાંત મૈસુરીયાએ, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી-ગોધરા સંલગ્ન કોલેજ નવજીવન સાયન્સ કોલેજ-દાહોદ ખાતે, શારીરિક શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા ડૉ.વીરેન્દ્ર જે ચૌહાણના માર્ગદર્શન હેઠળ સંશોધન કાર્ય પૂર્ણ કર્યુ છે.
તેઓએ રજૂ કરેલા મહાશોધ નિબંધ "A COMPARATIVE STUDY ON ANTHROPOMETRY, MENTAL HEALTH AND SPORTS ANXIETY OF RURAL AND URBAN PLAYERS" વિષય પર પોતાનો મહાશોધ નિબંધ રજૂ કર્યો હતો. આ મહાશોધ નિંબધને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી-ગોધરાએ સ્વીકારી, તેઓને પી.એચ.ડીની પદવી એનાયત કરી છે.
જે માટે કોલેજ પરિવાર દ્વારા ડૉ. હિતાક્ષી મૈસુરિયાને અભિનંદન પાઠવાયા હતા.
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૪-૦૨-૨૦૨૪