ખેરગામ મુસ્લિમ સુન્નત જમાત દ્વારા ગામના એડવોકેટ અખ્તર મહેબૂબભાઈ શેખનું સન્માન.
મુસ્લિમ સમાજ દ્વારા એપાર્ટમેન્ટના બાંધકામ માટે અખ્તર શેખ દ્વારા 7.52 લાખ રૂપિયાનું માતબર દાન મળતાં મુસ્લિમ સમાજે આનંદની લાગણી અનુભવી તેમને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે લંડન નિવાસી ઝાકિર શેખ, માજી મુતવલ્લી જમીર શેખ, મોહસીન શેખ, જમીર શેખ, અયુબ ઇંડાવાળા, અઝીઝ શેખ, સાબિર શેખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મુસ્લિમ સમાજે એડવોકેટ અખ્તર શેખનો આભાર વ્યક્ત કર્યો હતો.