માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ રામમંદિરની ટપાલ ટિકિટ બહાર પાડી.

SB KHERGAM
0

 

માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ રામમંદિરની ટપાલ ટિકિટ બહાર પાડી.

નવી દિલ્હી, તા. ૧૮: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી રામ જન્મભૂમિ મંદિર પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી છે. સાથે વિશ્વભરમાં ભગવાન રામ પર જાહેર કરેલી ટિકિટોની એક પુસ્તકનું પણ વિમોચન કર્યું હતું. 

વડાપ્રધાને કુલ છ ટપાલ ટિકિટ બહાર પાડી, જેમાં રામ મંદિર, ભગવાન ગણેશ, હનુમાન,જટાયું, કેવટરાજ અને માતા શબરીનો સમાવેશ થાય છે. ૪૮ પાનાના પુસ્તકમાં અમેરિકા, ન્યુઝીલેન્ડ, સિંગાપોર, કેનેડા, કંબોડિયા અને સંયુક્ત રાષ્ટ્ર જેવા સંગઠનો સહિત ૨૦થી વધુ દેશો દ્વારા જાહેર કરાયેલ ટપાલ ટિકિટોનો સમાવેશ થાય છે.

અયોધ્યામાં ૨૨મીજાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારે રામલલાની મૂર્તિ આખરે રામ મંદિર પરિસરમાં પહોંચી ગઈછે. બુધવારે રાત્રે રામલલાની મૂર્તિને ક્રેનની મદદથી રામ મંદિર પરિસરની અંદર લઈ જવામાં આવી હતી. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા તેમનું આસન પણ તૈયાર કરી દેવાયું છે. રામલલાનું આસન ૩.૪ ફૂટ ઊંચું છે, જે મકરાણા પથ્થરથી બનેલું છે. આ પહેલા રામ મંદિર પરિસરમાં રામલલાની પ્રતિકાત્મક પ્રતિમાને ભ્રમણ કરાવાયું હતું.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top