Navsari: નવસારી ખાતે બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ કાપડ / પેપરની થેલીઓનું પ્રદર્શન યોજાયું.

SB KHERGAM
0

 

Navsari: નવસારી ખાતે બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ કાપડ / પેપરની થેલીઓનું પ્રદર્શન યોજાયું.

તારીખ :૨૧-૦૧-૨ ૦૪નાં દિને તૈયાર કરવામાં આવેલ કાપડ /પેપરની થેલીઓનું નવસારી અને ગુજરાત ભાજપા પ્રદેશ પ્રમુખ શ્રી સી. આર.સાહેબનાં હસ્તે પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

નવસારી જિલ્લા ખાતે 'સ્વચ્છ નવસારી જવાબદારી અમારી ' કાર્યક્રમ અંતર્ગત  જિલ્લાની દરેક પ્રાથમિક શાળાઓમાં પેપરની થેલી બનાવવાનો કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી નવસારી દ્વારા યોજવામાં આવ્યો હતો. જે રાજ્યના અન્ય જિલ્લાઓ કરતાં આગવો કાર્યક્રમ હતો.

નવસારી ખાતે 'સ્વચ્છ નવસારી જવાબદારી અમારી ' અંતર્ગત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા વિદ્યાર્થીઓ દ્વારા  તૈયાર કરવામાં આવેલ પેપર /કાપડની થેલી બનાવવામાં આવી. જેનો ઉદ્દેશ્ય લોકોમાં  પ્લાસ્ટિક થેલીની ઉપયોગ બંધ કરી અને પેપર અથવા કાપડની થેલીનો ઉપયોગ હેતુ જનજાગૃતિના ભાગ રૂપે પેપર બેગ બનાવવામાં આવી હતી.

જેમાં આજ રોજ આદરણીય સાંસદશ્રી, નવસારી અને ગુજરાત ભાજપા પ્રદેશ પ્રમુખ શ્રી સી. આર.સાહેબ, ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ, કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ સાહેબ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા મેડમ, SP સાહેબ શ્રી સુશીલ અગ્રવાલ સાહેબ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડો.રાજેશ્રી ટંડેલ, નવસારી જિલ્લા નાયબ પ્રા.શિક્ષણાધિકારીશ્રી નવીનભાઈ પટેલ તથા અન્ય મહાનુભવો, શિક્ષકો હાજર રહ્યા હતા.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top