શ્રી રાજેશ મંગુભાઈ પટેલ, મેનેજીંગ ડાયરેક્ટર, ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ અને ડાયરેક્ટર, ગેરી, વડોદરા

SB KHERGAM
0

    

શ્રી રાજેશ મંગુભાઈ પટેલ

મેનેજીંગ ડાયરેક્ટર, ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ અને ડાયરેક્ટર, ગેરી, વડોદરા 

વર્ષ ૧૯૯૭માં સીધી ભરતીથી કાર્યપાલક ઈજનેર તરીકે પસંદગી થઈ તા.૧૨/૧૧/૧૯૯૭માં મદદનીશ કાર્યપાલક ઈજનેર તરીકે આલેખન વર્તુળ, ગાંધીનગર ખાતે હાજર થઈ ૪ વર્ષ ફરજ બજાવેલ. સિંચાઈ યોજનાનું આલેખન અને કચ્છ ભૂકંપ વખતે કચ્છના બંધોનું મજબૂતીકરારાના લગત આલેખનની કામગીરી  કરેલ.

વર્ષ ૨૦૦૨ થી વર્ષ ૨૦૧૫ સુધી ૧૩ વર્ષ ઉકાઈ કાકરાપાર પ્રોજેક્ટમાં નવસારી અને સુરતના વિભાગોમાં ફરજો બજાવેલ. આ ફરજો દરમ્યાન સિંચાઈ વ્યવસ્થા, નહેરોના આધુનિકરણના કામો. દરીયાઈ ધોવાણના કામો તેમજ ખેડુતોને ખેતરોમાં વાહતુક માટે મોટી સંખ્યામાં સ્લેબ કલ્વર્ટો જેવી અગત્યની કામગીરી કરેલ.

વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૦ સુધી અધિક્ષક ઈજનેર, ઉકાઈ વર્તુળ (સીવીલ) તરીકે ફરજ બજાવેલ. આ દરમ્યાન ઉકાઈ ડાબા કાંઠા નહેરોનું આધુનિકરણની ખુબજ જરૂરીયાતવાળી અગત્યની કામગીરી મંજુર કરાવી, વર્ષે ૨૦૧૬-૧૭ માં કરવામાં આવેલ. આ કામગીરીથી ખેરગામ વિસ્તારના છેવાડાના બ્લોકો માં નહેર બન્યા પછી પાણી નહોતું પહોંચ્યું ત્યાં પાણી પહોંચાડી, જેનાથી ખાસ કરીને આદિવાસી ખેડુતોને ખૂબ મોટો સિંચાઈનો લાભ થયેલ. વર્ષ ૨૦૧૯ માં ઉકાઈ ડેમ પૂરેપુરી સપાટી સુધી ભરાયેલ અને આવેલ મહત્તમ પૂરનું યોગ્ય રીતે સંચાલન કરવામાં આવેલ, આ ઉપરાંત આદિવાસી વિસ્તારમાં ચેકડેમો બાંધકામ તેમજ મધ્યમ ડેમોની પણ સંચાલનની કામગીરી કરવામાં આવેલ.

માહે જાન્યુઆરી-૨૦૨૦ થી ૧૦ માસ માટે અધિક્ષક ઈજનેર, સુરત સિંચાઈ વર્તુળ તરીકે ફરજ બજાવેલ.

માહે નવેમ્બર-૨૦૨૦ માં મુખ્ય ઇજનેર તરીકે પ્રમોશન મેળવી માહે માર્ચ-૨૦૨૧ સુધી મુખ્ય ઈજનેર ડેમ અને વડોદરા તરીકે સરદાર સરોવર ડેમ ખાતે કામગીરી કરેલ. આ સમયગાળામાં નર્મદા ડેમના અગત્યના કામો તેમજ સરદાર સરોવરની નહેરોના ફેઝ-૧ ની સિંચાઈ વ્યવસ્થાની કામગીરીનું સંચાલન કરેલ.

માહે એપ્રિલ-૨૦૨૨ થી વહીવટી સંચાલક, ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લી. ગાંધીનગર ખાતે હાલમાં કરજ બજાવી રહેલ છે. સદર નિગમ હસ્તક આદિવાસી વિસ્તારમાં ઉદ્દવહન સિંચાઈ યોજનાઓ, પાતાળકુવાઓ જેવી અગત્યની કામગીરીઓ હાથ ધરવામાં આવેલ છે. ડાયરેક્ટર, ગેરીનો વધારાનો હવાલો સંભાળી જુદા-જુદા વિભાગોના મટીરીયલ્સ ટેસ્ટીંગને લગત કામગીરી ગેરી સંસ્થા દ્વારા કરવામાં આવતી હોઇ તેની દેખરેખ કરવામાં આવેલ છે.

માહિતી સ્રોત: શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ સુરખાઈ 



Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top