બીલીમોરામાં મકાનનો કાટમાળ ઉતારતી વખતે કામદારોને સોનાના 240 સિક્કા મળી આવ્યા હતા.

SB KHERGAM
0

 

 

બીલીમોરામાં મકાનનો કાટમાળ ઉતારતી વખતે કામદારોને સોનાના 240 સિક્કા મળી આવ્યા હતા.

મજૂરો સોનાના સિક્કા લઈને ભાગી ગયા બાદ પોલીસે તરુણ સહિત ચારની ધરપકડ કરી 8 દિવસનાં રિમાન્ડ મેળવ્યાં.

નવસારી એલસીબીએ 92.25 લાખના સિક્કા કબજે કર્યા, હજુ 41 સિક્કા શોધવાના બાકી.

નવસારી : બીલીમોરામાં એક મકાનનો કાટમાળ ઉતારવાના કામ વખતે સોનાના સિક્કા મળી આવ્યા હતા. મજુરો સોનાના સિક્કા લઇને ભાગી ગયા હતા. એ કિસ્સામાં નવસારી એલસીબીએ એક તરુણ સહિત ચાર કામદારોની ધરપકડ डरी 92,25,640 રૂપિયાના 199 સોનાના સિક્કા કબ્જે કર્યા હતા. એ તમામને કોર્ટમાં રજુ કરીને 8દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

બીલીમોરા બજારમાં મસ્જિદ નજીક આવેલા સીટી સર્વે નં. 52 વાળા મકાનનો કાટમાળ ઉતારવાનું કામ વલસાડનાં સરફરાઝ હાજી કોરડીયાને સોંપ્યું હતું. આ કામ સોંપવા સાથે કાટમાળ ઉતારનારા સાથે મકાનમાંથી કીંમતી ચીજ મળે તો મકાન માલિકને પરત કરવાની શરત હતી. એ કામ ઇજારદારે મધ્યપ્રદેશથી શ્રમજીવી લાવી જાન્યુઆરીમાં શરૂ કર્યું હતું. એ વખતે શ્રમજીવીઓને મકાનના મોભમાંથી 1922ની સાલના સોનાના સિક્કા મળ્યા હતા. સોનાના સિક્કા મળતાં કામદારો કામ બંધ કરી વતન જતા રહ્યા હતા. જો કે મધ્યપ્રદેશ પહોંચીને એક મજુરે દારૂનાં અડ્ડા પર સોનાનાં સિક્કા મળ્યાની વાત કરી દેતાં પોલીસે તપાસ હાથ ધરી હતી અને મધ્યપ્રદેશ પોલીસે કેટલાક સિક્કા મળી આવતાં તપાસ કરવા બીલીમોરા સુધી આવી હતી. સોનાના સિક્કા મળ્યાની જાણ થતાં મકાન માલિકે બીલીમોરા પોલીસ મથકમાં કોન્ટ્રાક્ટર સરફરાઝ કોરડીયા વિરુદ્ધ ગત 21 મી સપ્ટેમ્બરે વિશ્વાસઘાત ઠગાઈની ફરિયાદ નોંધવી હતી. આ ફરિયાદમાં તપાસ નવસારી એલસીબીને સોંપાઇ હતી. પોલીસે મધ્યપ્રદેશ જઇ તપાસ કરતાં આરોપીઓ રમકુ બંસી ભયડીયાએ 11.22 લાખનાં 24 સોનાનાં સિક્કા પોલીસને આપ્યા હતા. ઉપરાંત અન્ય આરોપીઓ રાજુ ઉર્ફે રાજલા ગેન્તી ભયડીયા અને તેની પત્ની બંજારી રાજુ ભયડીયા પાસેથી 81.13 લાખનાં 175 સિક્કા મળી આવ્યા હતા. પોલીસે એક તરુણ સહિત ચાર આરોપીની ધરપકડ કરી 92,25,640 રૂપિયાના સોનાનાં 199 સિક્કા કબ્જે લીધા હતા. નવસારી એલસીબીએ આરોપીઓને નવસારી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગ કરતા કોર્ટે 8 દિવસનાં રિમાન્ડ આપ્યા હતા.કુલ 240 સોનાના સિક્કામાંથી હજુ 41 સિક્કા હજુ શોધવાના બાકી છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top