ભાગડાવડા શાળાના બે બાળ વૈજ્ઞાનિકોના સંશોધન પ્રોજેક્ટે વલસાડનું ગૌરવ વધાર્યું.

SB KHERGAM
0

  


ભાગડાવડા શાળાના બે બાળ વૈજ્ઞાનિકોના સંશોધન પ્રોજેક્ટે વલસાડનું ગૌરવ વધાર્યું.

અમદાવાદમાં રાજ્યકક્ષાની સ્પર્ધામાં ૩૩ જિલ્લાના ૩૩૦ પ્રોજેક્ટ રજૂ કરાયા.

ભારત સરકારના એન.સી.એસ.ટી. સી. દ્વારા સમગ્ર દેશમાં છેલ્લા ૩૦ વર્ષથી કાર્યરત રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ પ્રોજેક્ટ હેઠળ ડિસ્ટ્રિક્ટ કોમ્પ્યુનિટી સાયન્સ સેન્ટર નવસારી ખાતે યોજાયેલી સ્પર્ધામાં વલસાડ જિલ્લાના પર પ્રોજેક્ટમાંથી ૧૦ પ્રોજેક્ટની પસંદગી થઈ હતી. 

ગુજકોસ્ટ દ્વારા ગુજરાત સાયન્સ સિટી અમદાવાદ મુકામે આયોજિત કરેલી રાજ્યકક્ષાની સ્પર્ધામાં રજૂ થયેલા ૩૩ જિલ્લાના કુલ ૩૩૦ પ્રોજેક્ટમાં ભાગડાવડા શાળાના બે બાળ વૈજ્ઞાનિકાના વિદ્યાર્થિનીઓએ વલસાડ જિલ્લાનું રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરી શાળાનું નામ રોશન કર્યુ છે. 

જેમાં બાળ વૈજ્ઞાનિક પ્રિયાંશી રિતેશભાઈ હળપતિ ધો. ૮ અને બીજલ આશિષભાઈ હળપતિ ધો. ૭ એમ બંને વિદ્યાર્થીઓએ ગણિત- વિજ્ઞાન શિક્ષિકા પ્રિયંકા પટેલના માર્ગદર્શન હેઠળ પ્રેઝન્ટેશન તૈયાર કર્યુ હતું. 

શાળાના આચાર્યા લક્ષ્મીબેન પટેલ, ગ્રા.પં. ભાગડાવડા તથા સી. આર.સી. કો-ઓર્ડિનેટર શીતલબેન તમાકુવાલાએ બાળ વૈજ્ઞાનિકો તથા માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top