વાંસદા પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ ટીમનું સરાહનીય કાર્ય.

SB KHERGAM
0

 


વાંસદા પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ ટીમનું સરાહનીય કાર્ય.

વાંસદા પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ ટીમ પોતાની બચતમાંથી રકમ એકઠી કરી અનાથ આદિવાસી નાની દિકરીઓને જીવન જરૂરી ચીજવસ્તુઓ પુરી પાડી હતી. 

વાંસદા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા વુ.હે.કો.રેખા નવીનભાઇ તથા વુ.હે.કો. સ્વાતી સુરેશભાઇની પોલીસ ડીર્પાટમેન્ટમાં દસ વર્ષની ફરજ પુર્ણ થવાની ખુશીમાં વાંસદા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતી તમામ મહિલા પોલીસ કર્મચારીઓએ પોતાની બચતમાંથી રકમ એકઠી કરી વઘઇ ખાતેના બાળ ઉછેર કેન્દ્રમાં માતા-પિતા-પરિવાર વગર રહેતી ૨૦ જેટલી આદિવાસી નાનકડી દિકરીઓને શિયાળાની ઠંડીને ધ્યાને રાખી ગરમ જેકેટ, મોજા,ચંપલ, પેન-પેન્સીલ, ન્હાવા ધોવાના સાબુ, શેમ્પુ, ટુથબ્રશ, ટુથપેસ્ટ,હાથરૂમાલ, પાઉડર સહિતની ચીજ વસ્તુઓની કીટ પુરી પાડી હતી.

આ સાથે વાંસદા પોલીસ ટીમ દ્રારા સદર બાળ ઉછેર કેન્દ્ર ખાતે રહેતી આદિવાસી દિકરીઓ કરન્ટ અફેર્સ સમાચારો, આધુનિક જ્ઞાન વિજ્ઞાન તથા ગુજરાત અને કેન્દ્ર સરકારશ્રીની વિકાસલક્ષી કામગીરી અને યોજનાઓથી માહિતગાર રહી દુનિયા સાથે જોડાયેલી રહી શકે તે માટે એક કલર ટી.વી.તથા ડીશ કનેકશનની વ્યવસ્થા પણ કરી આપી હતી.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top