નવસારીની મહિલા નેવીમાં સિલેક્ટ થઈ ગુજરાતનું નામ રોશન કર્યું.

SB KHERGAM
0

નવસારીની મહિલા નેવીમાં સિલેક્ટ થઈ ગુજરાતનું નામ રોશન કર્યું. 

આ તાલીમ મેળવનાર ગુજરાતની પ્રથમ મહિલા બની.

જેમાં પુરુષો જ નિપુણ હોય તેવી ગ્રંથી હેલીએ ખોટી સાબિત કરી.

 નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના હનુમાનબારી ગામમાં રહેતી હેલી સોલંકી ગણપત યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ગુજરાતની પ્રથમ મહિલા મરીન એન્જિનિયર બની છે. હાલ સિંગાપોર ખાતે ફરજ બજાવી વાંસદાનું ગૌરવ વધારી રહી છે. ગણપત યુનિવર્સીટીમાં અભ્યાસ કરીને અંતરિયાળ વાંસદાનાં નાનકડા ગામની યુવતીએ મહિલા મરિન એન્જીનીયરીંગમાં સતત મહેનત કરી સફળતા હાંસલ કરીને દરિયામાં જહાજને કાબુમાં કરવાની તાલીમ હાંસલ કરી ગુજરાતની પ્રથમ મહિલા મરીન એન્જિનિયર તરીકે સિદ્ધિ હાંસલ કરી છે.

વાંસદા તાલુકાના હનુમાનબારી ગામની તેજસ્વી દીકરીએ નારી શક્તિની જ્યોત જલાવી છે. જે વિષયમાં માત્ર પુરુષો જ નિપુણ હોય એવી ગ્રંથિ તોડીને હેલી સોલંકી એક નવો ચીલો ચીતરીને નેવી મર્ચન્ટ બની છે. જોકે હેલી સોલંકીને ગણપત યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા તેમજ અભ્યાસના અનુભવ પણ કાંટાળા પથ પર ચાલવા સમાન હેલી સોલંકી યુનિવર્સિટીના બધા વિદ્યાર્થીઓ વચ્ચે એક માત્ર વિદ્યાર્થીની એટલે સ્વભાવિક ખૂબ પરિશ્રમ કરવો પડયો અનેક તકલીફોનો સામનો કરી કોર્ષ પૂરો કર્યો અને બની ગઈ હતી.

હેલી હાલ સિંગાપોર ખાતે જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવી ગુજરાતની મહિલાએ નેવી ગર્લ બની પુરુષ પ્રધાન દેશ સામે મહિલા પ્રધાન છે એવી દાવેદારી કરીને મહિલાઓની વિશેષતા બતાવી આપી છે. હાલ જહાજોમાં તુફાનો સામે અને આવતા પડકારોનો મક્કમતાથી કુનેહપૂર્વક સામનો કરી સફળતા પૂર્વક ફરજ નિભાવી રહી છે. હાલ તો હેલી સોલંકીએ સમગ્ર દેશમાં નવસારી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.

  Video credit : Gujarati news


 Video source: Instragram (Heli solanki) 

Heli Solanki Instragram link 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top