સરસિયા ગામે મહિલા સંચાલિત દૂધ મંડળીના નવા મકાનનું ઉદ્ઘાટન થયું.

SB KHERGAM
0

દૂધ ઘરકામ ગોડાઉન શીત કેન્દ્ર સાથે અદ્યતન મકાન બનાવાયું.

સરસિયા ગામે મહિલા સંચાલિત દૂધ મંડળીના નવા મકાનનું ઉદ્ઘાટન થયું.

 ખેરગામ તાલુકાના સરસિયા ખાતે ૧૮-૦૫-૨૦૦૫માં મહિલા સંચાલિત દૂધ મંડળીની સ્થાપના કરીને એક નાના મકાનમાં શરૂ કરવામાં આવી હતી. મહિલા સંચાલિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીની બહેનો અને પશુપાલકોએ અનેક પડકારો વચ્ચે નાના છતા મક્કમ પગલે મંડળીએ વસુધારા ડેરીના સહયોગથી દૂધ ઘરકામ ગોડાઉન શીત કેન્દ્ર સાથે અદ્યતન મકાનનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. 

જેનું વલસાડ સહકારી દૂધ ઉત્પાદક સંઘની વસુધારા ડેરીના મેનેજિંગ ડિરેક્ટર નરેન્દ્રભાઈ બી. વશીના હસ્તે, ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય નરેશભાઈ પટેલ, ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ રાજુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભિખુભાઈ આહીર, ભાજપ પ્રમુખ ચુનીભાઇ પટેલ, એપીએમસીના ડિરેક્ટર જીવણભાઈ પટેલ, ઉપસ્થિત રહ્યા.હતા. 

ધારાસભ્ય નરેશભાઈ પટેલે પશુપાલકોએ દૂધને સાઈડની ઇન્કમ માટે નહીં પરંતુ મુખ્ય ધંધો બનાવવો જોઈએ. સરકારે પશુપાલકોની ખૂબ ચિંતા કરી અનેક યોજનાઓ થકી પશુપાલકોને પગભર કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વસુધારા ડેરીના મેનેજિંગ ડિરેક્ટર નરેન્દ્રભાઈ વસીએ પશુઓની કેવી રીતે સંભાળ રાખી દૂધનું ઉત્પાદન કેવી રીતે વધારી શકાય તેમજ ડેરીની યોજનાનો લાભ પશુપાલકો કેવી રીતે લઈ શકે તે માટે અનેક માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ઉપસ્થિત મહેમાનોના હસ્તે દરેક પશુપાલકોને બરણીનું વિતરણ કરવામાં આવ્યું હતું.


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top