ખજૂરભાઈ ( નીતિન જાની)એ ગરીબ ઘરની દીકરી મનીષાનું ઘર બનાવી તેમની જોડે દિવાળીનો તહેવાર ઉજવ્યો.

SB KHERGAM
0

 

ખજૂરભાઈ ( નીતિન જાની)એ ગરીબ ઘરની દીકરી મનીષાનું ઘર બનાવી તેમની જોડે દિવાળીનો તહેવાર ઉજવ્યો.


ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાની ગરીબોના મસીહા કહીએ તો ખોટું નથી. આ વાક્ય તેમના નિસ્વાર્થ સેવાકાર્ય સાથે સંપૂર્ણ બંધ બેસે છે. ગુજરાતના ખૂણે ખૂણેથી લાચાર, અંધ અશક્ત, કે બિલકુલ સહારા વિનાના ગરીબ લોકોની માહિતી મેળવી તેમની મદદ કરે છે. 

રોણવેલ ગામની દીકરી મનીષા એકદમ ગરીબીમાં જીવી રહી હતી. તેમની મા મૃત્યુ પામી હતી. તે એકદમ જર્જરિત મકાનમાં એકલી જ રહેતી હતી.સમાજના લોકો આ  પરિસ્થિતિથી વાકેફ હોવા છતાં કોઈ મદદ માટે આગળ આવ્યું નહિ. જ્યારે આ વાતની ખજૂરભાઈને ખબર પડતાં જ તેમનું ઘર બનાવી આપી મનીષા દીકરીનાં જીવનમાં ઉજાશ પાથર્યું છે. તમામ સુવિધા સગવડ સહિતનું મકાન આજે દિવાળીના પર્વ પર પૂજન કરી મનીષા દીકરીને અર્પણ કર્યું છે. 

આજે નાના હોય કે મોટા તમામના મુખે ખજૂરભાઈનું નામ અચૂક લેવાય છે. તેમના સેવા કાર્યની  દરેક સમાજનાં લોકોએ નોંધ લીધી છે. આટલી નાની ઉંમરથી સમજસેવાનું કાર્ય તેમણે આરંભ્યું તે નાની સૂની વાત નથી. આ ઉંમરે લોકો એન્જોય કરવાનું વિચારતી હોય છે ત્યારે ખજૂરભાઈએ સમાજસેવા કરવાનું નક્કી કર્યું. અને એક વર્ષમાં ૨૦૦ જેટલાં ઘર બનાવી ચૂક્યા છે.

નિરાધારનાં આધાર એટલે ખજૂરભાઈ. તો ચાલો મિત્રો, આપણે પણ તેમની સેવાના કદર માટે તેમના social mediaનાં વિડિયો કે તેમની ચેનલને ને share,like કે subscribe કરીને તેમના કાર્યને બિરદાવીએ.


YouTube channel 

Nitin Jani Facebook page 


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top