પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોને અપાશે CPR ની તાલીમ.

SB KHERGAM
0

 

    Image source: American Red cross  

ગાંધીનગર |૧૧-૧૧-૨૦૨૩

  

પ્રાથમિક  અને માધ્યમિક શાળાના શિક્ષકોને અપાશે CPR ની તાલીમ.


પ્રથમ તબક્કે ૧.૬૯ પ્રાથમિક શિક્ષકો અને ૭ હજાર આચાર્યોને તાલીમ.


ગુજરાતમાં પોલીસની જેમ હવે શિક્ષકોને પણ નવી ડ્યુટી આપવામાં આવનાર છે. તેમણે પણ પોલીસની જેમ કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન(Cardio-Pulmonary Resuscitation) (સીપીઆર)ની તાલીમ લેવી પડશે. યુવાનો અને બાળકોમાં હૃદયરોગના કેસોમાં વધારો થતાં શિક્ષકોએ ૧૫ દિવસની તાલીમ લેવી પડશે. 

ગુજરાતમાં નાની ઉંમરે હાર્ટએટેક અને  કાર્ડયાકના પેશન્ટ વધતા જાય છે, જેમાં સ્કૂલ અને કોલેજના બાળકોના કિસ્સા વધારે જોવા મળ્યાં છે. રાજ્યના શિક્ષણ વિભાગે  પ્રાથમિક તબક્કે ૧.૭૫ લાખ જેટલા શિક્ષકોને મેગાકેમ્પમાં સીપીઆરની તાલીમ  આપવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યમાં ૩જી ડિસેમ્બરથી ૧૭મી  ડિસેમ્બર દરમ્યાન શિક્ષકોને તાલીમ આપવા  માટે કેમ્પ યોજવામાં આવશે. જે શિક્ષક તાલીમ લઇને તૈયાર થશે તે આવા ક્રિટીકલ કેસોમાં મદદરૂપ થશે. રાજ્યમાં હાલ પોલીસ  જવાનોને સીપીઆરની તાલીમ આપવામાં આવી હોવાથી તેઓ માર્ગો પર કોઇને હાર્ટએટેક આવ્યો હોય તો સીપીઆરની મદદથી તેને બચાવવાની કોશિષ કરી રહ્યાં છે. 

રાજ્યની પ્રાથમિક તેમજ માધ્યમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને સીપીઆરની તાલીમ માટે પસંદ કરવામાં આવશે. આ કેમ્પ માટે રાજ્યભરની ૩૭ જેટલી કોલેજોને પસંદ કરવામાં આવી છે, જ્યાં મેગા કેમ્પ કરી શકાશે. પ્રથમ તબક્કામાં ૧.૬૯ લાખ પ્રાથમિક શિક્ષકો અને સાત હજાર જેટલા આચાર્યોને તાલીમ અપાશે. આ પછી માધ્યમિક શિક્ષકોને તાલીમ અપાશે.

સામાન્ય રીતે હૃદયનો હૂમલો આવવાથી ૧૦૮ને ત્વરીત બોલાવતા ૦૫ થી ૧૦ મીનીટનો સમય જતો હોય છે.તે  ૦૫ થી ૧૦ મીનીટ દરમિયાન મગજ સુધી લોહી ના પહોંચે તો દર્દીનું મૃત્યુ થતુ હોય છે આવુ ન થવા દેવા માટે આ CPR ટ્રેનીંગ અત્યંત મહત્વની છે.

માહિતી સ્રોત: ગુજરાત સમાચારપત્ર

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top