અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમના શાનદાર પ્રદર્શન પાછળ ગુજરાતી કનેકશન.

SB KHERGAM
0

 

અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમના શાનદાર પ્રદર્શન પાછળ ગુજરાતી કનેકશન.

વિશ્વ શ્વ કપમાં અફઘાનિસ્તાનની ટીમે ક્રિકેટજગતને દે તેવું શાનદાર પ્રદર્શન કર્યું છે. અફઘાનિસ્તાનની ટીમના દમદાર દેખાવમાં બે ગુજરાતી ખેલાડીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. 

જેમાં એક છે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અજય જાડેજા અને પૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર મિલાપ મેવાડા. 

અજય જાડેજા અફઘાનિસ્તાન ટીમના મેન્ટર છે જ્યારે મિલાપ મેવાડા અફઘાનિસ્તાન ટીમના બેટિંગ કોચ છે. 

મૂળ જામનગરના અજય જાડેજા ટીમ ઈન્ડિયા માટે લાંબા સમય સુધી રમી ચૂક્યા છે. મીડલ ઓર્ડરનો મજબૂત આધાર મનાતા અજય જાડેજાએ અનેક મહત્વની મેચો ભારતને જીતાડી હતી. ફિલ્ડીંગ અને જરૂર પડ્યે બોલીંગમાં પણ તેમણે પોતાનું કૌવત દેખાડ્યું હતું. ઓલરાઉન્ડર તરીકે અજય જાડેજાનો નેવુંના દાયકામાં ભારે દબદબો હતો.

જાડેજા વર્લ્ડકપ માટે અફઘાનિસ્તાન ટીમના મેન્ટર રહ્યા છે.

જ્યારે મહેસાણાના વતની અને ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ખેલાડી મિલાપ મેવાડાની ઓગસ્ટ 2023માં જ અફઘાનિસ્તાનની ટીમના બેટિંગ કોચ તરીકે પસંદગી કરવામાં આવી હતી. 

મિલાપ મેવાડા બેટિંગ કોચ બન્યા બાદ અફઘાનિસ્તાન ટીમના બેટ્સમેનો શાનદાર બેટિંગ કરી ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ ટીમને પણ હરાવી હતી. 

જે બાદ પાકિસ્તાન ટીમને પછાડી હતી. ત્યારબાદ શ્રીલંકા સામે પણ શાનદાર વિજય મેળવ્યો હતો. 

મિલાપ મેવાડા બરોડા માટે ફર્સ્ટ ક્લાસ મેચ રમી ચૂક્યા છે. 1998 અને 2005 વચ્ચે 11 ફર્સ્ટ ક્લાસ અને 26 લિસ્ટ A મેચ રમ્યા હતા.



Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top