ખેરગામ કુમાર શાળામાં પ્રજાસત્તાક દિન નિમિત્તે રંગોત્સવની ભવ્ય ઉજવણી.
ખેરગામ, તા. 26 જાન્યુઆરી 2026
ખેરગામ કુમાર શાળામાં 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે રંગોત્સવની ઉજવણી ઉત્સાહ અને દેશભક્તિપૂર્ણ માહોલમાં ધામધૂમથી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત પ્રભાત ફેરીથી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગામની દીકરી જીયા સંદીપકુમાર પટેલ (બંધાડ ફળિયા)ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન કલામહાકુંભમાં સિદ્ધિ મેળવનાર બાળકો, પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ અને શાળામાં નિયમિતતા બદલ દિવ્યાંગ બાળકનું શાળાના આચાર્યશ્રી પ્રશાંતભાઈ પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું. ગામની દીકરી જીયાનું અને દાતાશ્રીનું સન્માન ગામના સરપંચ શ્રી ઝરણાબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું.
રંગોત્સવ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત, ‘દ્વારકાની નાથ’, ‘ગાડી આવી ગાડી આવી’ (બાળગીત), ‘ચંદાને પૂછા તારો સે’, ડબલ્સ દાવ, ‘હસતા રમતાં’ (બાળગીત), ‘કેસરી કે લાલ’ (નૃત્ય), ‘કંધે સે કંધે મિલતે હૈ’ (નૃત્ય), ‘તિરંગા ગીત’ (નૃત્ય) અને ‘સલામ ઈન્ડિયા’ જેવી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી. કૃતિઓએ ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કર્યા અને તાળીઓથી બાળકોને વધાવ્યા.
કાર્યક્રમમાં ખેરગામ ગ્રામ પંચાયતના સરપંચશ્રી ઝરણાબેન પટેલ, ડેપ્યુટી સરપંચશ્રી તથા પત્રકાર જીગ્નેશભાઈ પટેલ, ગામના અગ્રણી આગેવાન વિજયભાઈ રાઠોડ, પૂર્વ સરપંચશ્રી કાર્તિકભાઈ પટેલ, જનતા માધ્યમિક શાળાના પૂર્વ આચાર્યશ્રી અરવિંદભાઈ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.





