શામળા ફળિયા પ્રાથમિક શાળામાં ૭૭મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી.
શામળા ફળિયા પ્રાથમિક શાળામાં ૭૭મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહ અને ગૌરવ સાથે કરવામાં આવી. આ પ્રસંગે શાળાની દીકરી કિંજલબેન મુકેશભાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું.
પ્રજાસત્તાક પર્વના અવસરે ગામની લક્ષ્મીરૂપ દીકરીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું, જેમાં હિરવા અંકિતકુમાર પટેલ, આર્વી તેજસકુમાર પટેલ, ડિયાન્શી વિશાલકુમાર પટેલ અને હિયા મિલનકુમાર પટેલનો સમાવેશ થયો.
કાર્યક્રમ દરમિયાન સ્વાગત ગીત, બંધારણ દિવસ અંતર્ગત કાવ્યપઠન, સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગ માટેની પ્રતિજ્ઞા તેમજ દેશભક્તિ ગીતોની મનોહર પ્રસ્તુતિ કરવામાં આવી. આ પ્રસ્તુતિઓમાં આંગણવાડી (અકર-ચકર), બાલવાટિકા તથા ધોરણ ૧ અને ૨ ના વિદ્યાર્થીઓએ “સૂનો ગોર સે દુનિયાવાલો”, “માધવ મારા મોહનજી” અને “ઇન્ડિયાવાલે” જેવા દેશભક્તિ ગીતો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા.
આ કાર્યક્રમમાં ખેરગામના પૂર્વ સરપંચ શ્રી કાર્તિકભાઈ પટેલ, ગ્રામ પંચાયતના પૂર્વ સભ્ય શ્રી બાબુભાઈ પટેલ, એસ.એમ.સી.ના સભ્ય શ્રી શંકરભાઈ પટેલ તેમજ ગામના આગેવાનો દિનેશભાઈ પટેલ, હિતેશભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ, અંકિતભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવ્યો.
#RepublicDay #77thRepublicDay #RepublicDayCelebration #ShamlaPrimarySchool #SchoolCelebration #ProudMoment #IndianConstitution #ConstitutionDay #PatrioticSpirit #NationFirst #UnityInDiversity #FutureOfIndia #GirlChildEmpowerment #BetiBachaoBetiPadhao #StudentsTalent #CulturalProgram #Patriotism #ProudToBeIndian





